જગન્નાથ મંદિર સુધી પહોંચ્યો કોરોના, શ્રીધામથી સંકળાયેલા 23 લોકો થયા સંક્રમિત, બંધ થઈ શકે છે કપાટ

|

Apr 14, 2021 | 4:20 PM

સમગ્ર પૂરી જિલ્લામાં 53 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 23 લોકો જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા છે.

જગન્નાથ મંદિર સુધી પહોંચ્યો કોરોના, શ્રીધામથી સંકળાયેલા 23 લોકો થયા સંક્રમિત, બંધ થઈ શકે છે કપાટ
Odisha: Corona reaches Jagannath temple, 23 people associated with Sridham infected, can be closed for devotees

Follow us on

કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં હાહાકાર મચાવી રહી છે. ઓડિશામાં પણ કોરોના સંક્રમણ વીજળી વેગે ફેલાય રહ્યું છે. દરમિયાન, પુરી જિલ્લામાં, કોરોના સંક્રમણે ધીમેધીમે આ વિસ્તારને બાનમાં લેવાનું શરૂ કરી દીધું છે. જેથી કોરોના જગન્નાથ મંદિરે (Jagannath temple) પહોંચ્યો છે. સાત સેવકો સહિત જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા 23 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. આ પછી, આશંકા છે કે શ્રીધામના મંદિરો ભક્તો માટે બંધ થઈ શકે છે.

પુરી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મંગળવારે સમગ્ર પૂરી  જિલ્લામાં 53 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 23 લોકો જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા છે. મળતી માહિતી મુજબ સાત સેવકો અને તેમના પરિવારના ત્રણ સભ્યોને ચેપ લાગ્યો છે. જગન્નાથ મંદિરના જૂતા સ્ટેન્ડમાં કાર્યરત આઠ લોકો, શ્રીમંદિર વહીવટના ત્રણ કર્મચારી અને શ્રીધામના એક પોલીસ કર્મચારી અને એક માળી સહિ‌ત 23 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. આ ઉપરાંત પુરી સ્ટેશનથી 13 વર્ષના પ્રવાસીને કોરોના ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : કોરોનાના દર્દીઓને ઝડપથી સાજા કરવા સૌરાષ્ટ્ર યુનિ.નો મંત્ર, સાધના સાથે સારવાર

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જગન્નાથ ધામમાં આટલી મોટી સંખ્યામાં કોરોના ચેપ લાગ્યા પછી, વહીવટ બહારના રાજ્યોથી આવતા યાત્રાળુઓ માટે કપાટ બંધ કરી શકે છે અથવા મંદિર તમામ યાત્રાળુઓ માટે પણ બંધ થઈ શકે છે.

રવિવારે ભક્તો માટે બંધ રહે છે મંદિર
ચાલો આપણે જાણીએ કે ભૂતકાળમાં કોરોના ચેપની ગતિને ધ્યાનમાં રાખીને, જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ રવિવારે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ જગન્નાથ મંદિર પ્રશાસને મંદિરના કામકાજ માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) જારી કરી હતી. એસઓપી મુજબ, 12મી સદીનું આ મંદિર રવિવારે સામાન્ય લોકો માટે બંધ રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એસઓપી મુજબ સોમવારથી શનિવાર સુધી ભક્તો મંદિરમાં પ્રાર્થના કરી શકશે. દર રવિવારે મંદિર સંકુલની વ્યાપક સફાઇ કરવામાં આવશે.

આ પણ વાંચો : કાશ્મિરીઓના નવા વર્ષના શુભ અવસર પર મુસ્લિમોએમાં શારિકા દેવીના મંદિરમાં પૂજા કરી સાથે કાશ્મીરી પંડિતોએ માં શારિકા દેવી પાસે કાશ્મીરમાં પાછા ફરવાના આશીર્વાદ માંગ્યા, 30 વર્ષોથી આ લોકો જમ્મુ અને દેશના બીજા રાજ્યમાં રહે છે

 

Published On - 4:16 pm, Wed, 14 April 21

Next Article