AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ અને દુનિયાને આકર્ષી રહ્યું છે PM મોદીનું ગુજરાત, પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો, જાણો કયા ત્રણ સ્થળો પર ઉમટી રહ્યા છે TOURISTS ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય એટલે કે આપણું ગુજરાત આજ-કાલ પ્રવાસીઓને બહુ આકર્ષી રહ્યું છે. STATUE OF UNITY બન્યા બાદ ગુજરાતમાં આવતા દેશી-વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં 4.75 કરોડ પ્રવાસીઓ ગુજરાતની સહેલ કરવા પહોંચ્યા છે. ગુજરાત પ્રવાસન નિગમ (TCGL)ને આશા છે કે માર્ચ-2019 સુધી પ્રવાસીઓનો આ આંકડો 5 કરોડને પાર […]

દેશ અને દુનિયાને આકર્ષી રહ્યું છે PM મોદીનું ગુજરાત, પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો, જાણો કયા ત્રણ સ્થળો પર ઉમટી રહ્યા છે TOURISTS ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2019 | 11:16 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય એટલે કે આપણું ગુજરાત આજ-કાલ પ્રવાસીઓને બહુ આકર્ષી રહ્યું છે.

STATUE OF UNITY બન્યા બાદ ગુજરાતમાં આવતા દેશી-વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં 4.75 કરોડ પ્રવાસીઓ ગુજરાતની સહેલ કરવા પહોંચ્યા છે. ગુજરાત પ્રવાસન નિગમ (TCGL)ને આશા છે કે માર્ચ-2019 સુધી પ્રવાસીઓનો આ આંકડો 5 કરોડને પાર કરી જશે.

ટીસીજીએલના અધિકારીઓએ જણાવ્યું કે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો વધારો થશે. અગ્ર સચિવ એસ જે હૈદર કહે છે કે 2007માં ગુજરાત આવનાર પ્રવાસીઓની સંખ્યા 1 કરોડ 23 લાખ હતી કે જે 2008ના અંતે 14.12 ટકાના વધારા સાથે 1.41 કરોડ થઈ ગઈ. તેવી જ રીતે 2014માં પ્રવાસીઓની સંખ્યા 3.26 કરોડ હતી કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત છોડી દેશના વડાપ્રધાન બન્યા હતાં.

વિદેશી સહેલાણીઓમાં થયો વધારો

વર્ષ 2015-16માં ગુજરાતમાં 2.18 કરોડ પ્રવાસીઓ પહોંચ્યા કે જેમાં અન્ય રાજ્યોમાંથી 9.39 લાખ, જ્યારે વિદેશોમાંથી 7.33 લાખ પ્રવાસીઓ સામેલ હતાં. વર્ષ 2016-17માં ગુજરાત આવનાર સહેલાણીઓની સંખ્યા 3.24 કરોડ પર પહોંચી કે જેમાં દેશી પ્રવાસીઓ 1.14 કરોડ અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા 9.24 લાખ હતી. સરવાળે દેશ-વિદેશના 4.48 કરોડ પ્રવાસીઓ ગુજરાત દર્શન માટે આવ્યા.

સ્ટૅચ્યૂ ઑફ યુનિટીએ વધાર્યા પ્રવાસીઓ

ડિસેમ્બર-2017ના રિપોર્ટ મુજબ ગુજરાત આવેલા પ્રવાસીઓનો આંકડો 3.75 કરોડને પાર કરી ગયો કે જે 2016ની સરખામણીમાં ઓછા હતાં, પરંતુ સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્ટૅચ્યૂ ઑફ યુનિટીએ દરરોજ 30 હજાર ટૂરિસ્ટ પહોંચે છે. જ્યારથી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીનું ઉદ્ઘાટન થયું છે, ત્યારથી 8 લાખ લોકો તેને જોવા પહોંચી ચુક્યા છે. ટીસીજીએલના અધિકારીઓનું કહેવું છે કે રાજ્યમાં ટૂરિઝ્મ ડેસ્ટિનેશન વધવાના કારણે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં હજી વધારો થશે.

આ ત્રણ સ્થળોએ સૌથી વધુ પહોંચ્યા ટૂરિસ્ટ

ગુજરાતમાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટી, કચ્છનો ઘોરડો રણ મહોત્સવ અને ગિર લાયન સેંક્ચ્યુરી જોવા માટે સૌથી વધુ ટૂરિસ્ટ આવ્યા. આ ત્રણેય જગ્યાએ વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ બહુ વધારે હતી. પ્રવાસન વિભાગનો માર્ચ-2019 સુધી રાજ્યમાં આવતા પ્રવાસીઓની સંખ્યા 5 કરોડ કરતા વધુ થઈ જવાનો અંદાજ છે.

[yop_poll id=1234]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
g clip-path="url(#clip0_868_265)">