હવે Statue Of Unityને પ્રમોટ કરશે આંધ્ર પ્રદેશના ટ્રાવેલ એજન્ટ્સ, મળશે 15 ટકા કમિશન

|

Mar 30, 2021 | 11:17 PM

સોમવારે પૂર્વ ગોદાવરીના એજન્ટો સાથે થયેલી વાતચીતમાં ટીસીજીએલ (Tourism Corporation of Gujarat Limited: TGCL)એ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity)ની પર્યટન સંભાવનાઓ વિશેની રજૂઆત કરી.

હવે Statue Of Unityને પ્રમોટ કરશે આંધ્ર પ્રદેશના ટ્રાવેલ એજન્ટ્સ, મળશે 15 ટકા કમિશન
ફાઇલ ફોટો

Follow us on

સોમવારે પૂર્વ ગોદાવરીના એજન્ટો સાથે થયેલી વાતચીતમાં ટીસીજીએલ (Tourism Corporation of Gujarat Limited: TGCL)એ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity)ની પર્યટન સંભાવનાઓ વિશેની રજૂઆત કરી. ટ્રાવેલ એજન્ટો અને એજન્સીઓને સંબોધન કરતા ટીસીજીએલ (Tourism Corporation of Gujarat Limited : TGCL) ટૂરિઝમ ઓફિસર અજિત કુમાર શર્માએ કહ્યું છે કે, ‘અમારી રાજ્ય સરકાર આંધ્રપ્રદેશના ટ્રાવેલ એજન્ટોને ટીસીજીએલ (TGCL)માં નોંધણી કરાવા માટે આવકારી રહી છે, કોરોના બાદ અમે આંધ્રપ્રદેશના એજન્ટ્સને વધુમાં વધુ 15 ટકા કમિશન આપી શકીશુ.

 

“સામે, ટીસીજીએલ (TGCL) આંધ્રપ્રદેશ સ્થિત ટ્રાવેલ એજન્સીઓને તેમના સ્થાનિક પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવા માટે સમર્થન આપશે, જેમાં બે શક્તિપીઠ – દક્ષારામ અને પીઠપુરમ – જે ગુજરાતના લોકો માટેનું ફરવા લાયક મુખ્ય સ્થળ છે,” જે અજિત કુમારે જણાવ્યું હતું. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન ઓફ આંધ્ર (Tours and Travels Association of Andhra : TTAA)ના પ્રમુખ કે.વિજય મોહન દ્વારા ગુજરાતના પર્યટનને પ્રોત્સાહન આપવા ખાતરી આપવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શક્તિપીઠોની મુલાકાત

“ગુજરાત અને કર્ણાટકના અંદાજિત 30,000 પ્રવાસીઓ દર મહિને પૂર્વ ગોદાવરી જિલ્લામાં દ્રક્ષરામમ અને પીઠપુરમ એમ બે શક્તિપીઠની મુલાકાત લેશે. બંને સ્થળોની ક્ષમતાઓનો ટુરિસ્ટ અજન્સીએ રેકોર્ડ રાખવો જોઈએ”

2022માં મુલાકાત લો આંધ્ર પ્રદેશની

વિજય મોહને કહ્યું કે, “અમે એક નવું અભિયાન ‘2022 આંધ્રપ્રદેશની મુલાકાત લો’ શરૂ કર્યું છે, જેમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવાના લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે, કારણ કે કોરોના મહામરીના કારણે પર્યટન ક્ષેત્ર પર ખરાબ અસર પડી છે. તેને સુધારવા માટે આંધ્ર પ્રદેશ ટૂરિઝમ વિભાગ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવશે, જેથી ઠપ થયેલા પ્રવાસીય સ્થળો અને તેની સાથે જોડાયેલી રોજગારીને વેગ આપવા માટે શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા લાભોને લઈને ટ્રાવેલ એજન્ટોને એપી ટૂરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી (AP Tourism Development Authority) પાસે નોંધણી કરાવી દેવા જણાવ્યું છે.

 

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા ગુજરાતીઓએ કરી હોળીની ઉજવણી 

Next Article