AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ઈન્ડિગોની ફ્લાઈટમાં નશામાં ધુત યુવકોએ એરહોસ્ટેસની કરી છેડતી, પાયલોટ સાથે પણ ઝપાઝપી કરી

યુવકોએ કેપ્ટન સાથે પણ મારપીટ કરીને હંગામો મચાવ્યો હતો. જે બાદ પાયલોટે તે અંગેની જાણકારી અધિકારીઓને ફોન કરીને આપી હતી.

હવે ઈન્ડિગોની ફ્લાઈટમાં નશામાં ધુત યુવકોએ એરહોસ્ટેસની કરી છેડતી, પાયલોટ સાથે પણ ઝપાઝપી કરી
Now in Indigo flight, drunk youths molest air hostess
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 11:42 AM
Share

દિલ્હીથી પટના જતી ઈન્ડિગો ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે છેડતીની ઘટના સામે આવી છે. બિહારના ત્રણ મુસાફરોએ દારુના નશામાં એર હોસ્ટેસને છેડતી કરી હતી. જે બાદ બન્ને યુવકોએ કેપ્ટન સાથે પણ મારપીટ કરીને હંગામો મચાવ્યો હતો. જે બાદ પાયલોટે તે અંગેની જાણકારી અધિકારીઓને ફોન કરીને આપી હતી. મળતી માહિતી મુજબ આરોપીઓ દારુ પીને ફલાઈટમાં ચડ્યા હતા. ફ્લાઈટમાં એરહોસ્ટેસને અવારનવાર બોલાવી હેરાન કરતા હતા. જે બાદ તેમની હરકતો વધવા લાગી હતી અને તે બાદ તેઓએ એરહોસ્ટેસને છેડતી કરી હતી.

બિહારના બે યુવકોનો ફ્લાઈટમાં હંગામો

બિહારના ત્રણ યુવકો દારુ પીને ફ્લાઈટમાં ચડ્યા હતા. રાત્રે 10 વાગ્યે દિલ્હીથી પટના પહોંચ્યા બાદ એરપોર્ટ પરથી બેની ધરપકડ કરવામાં આવી હતી. CISFએ નીતિન અને રોહિત નામના આ બે યુવકને પકડીને એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે, જેમાં એક ત્રીજો યુવક પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે. જે યુવક હજુ ફરાર છે. આરોપીઓનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેમના દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ છે. ત્રણેય વૈશાલીના રહેવાસી હોવાનું કહેવાય છે.

ઈન્ડિગોના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરી

ઈન્ડિગોની ફ્લાઈટમાં યુવકોએ પહેલા હંગામો મચાવ્યો હતો. જે બાદ એર હોસ્ટેસ તેમને સમજાવવા ગઈ ત્યારે તેણીને છેડતી કરી હતી. જે બાદ પાઈલોટ ત્યાં આવી પહોંચતા યુવકોએ પાયલોટ સાથે પણ અસભ્ય વર્તન કરી ફ્લાઈટમાં હંગામો મચાવી દીધો હતો. જે બાદ ઈન્ડિગોના અધિકારીઓએ પોલીસ ફરીયાદ કરી હતી. ત્યારે એરપોર્ટ પર બન્નેની ધરપકડ કરવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફ્લાઈટ દિલ્હીથી બિહાર માટે ટેકઓફ થઈ ત્યારે આરોપીએ અચાનક હંગામો મચાવ્યો હતો. હંગામો જોઈને એર હોસ્ટેસ તેને સમજાવવા ગઈ. પરંતુ, આરોપીઓએ ગેરવર્તન કરીને એરહોસ્ટેસને છેડતી કરી હતી. વિમાનના પાઇલટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી વિમાનના પાયલોટે ફોન કરીને સંબંધિત અધિકારીઓને તેની જાણકારી આપી.

પોલીસ તપાસ હાથ ધરવામાં આવી

ત્યારે આ ઘટનામાં ત્રણ આરોપી સામેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે પોલીસ આ ઘટનામાં બે આરોપીઓની એરપોર્ટ પરથી જ ધરપકડ કરી હતી તેમજ તેમાં સામેલ ફરાર ત્રીજા વ્યક્તિની શોધખોડ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર મામલાની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો સાથે પણ વાત કરવામાં આવશે. આ સાથે ફ્લાઈટના પાઈલટ પાસેથી પણ માહિતી લેવામાં આવી છે. દોષિત જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

 અગાઉ પેશાબ કાંડની ઘટના આવી હતી સામે

26 નવેમ્બરના રોજ, જ્યારે AI-102 એરક્રાફ્ટમાં ભોજન પીરસવામાં આવ્યા પછી લાઇટ બંધ કરવામાં આવી હતી, ત્યારે બિઝનેસ ક્લાસમાં સીટ 8A પર બેઠેલા એક નશામાં ધૂત પુરુષ પેસેન્જર વૃદ્ધ મહિલાની સીટ પાસે ગયો અને તેના પર પેશાબ કર્યો. આ પ્લેન ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહ્યું હતું. એર ઈન્ડિયા યુરિન કાંડના આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે વધુ માહિતી આપતા મુંબઈના આરોપી બિઝનેસમેનની બાજુમાં બેઠેલા મુસાફરે જણાવ્યું કે તે પહેલા પણ દારૂ પી ચુક્યો હતો. તેનો દેખાવ અને તેની હરકતો પરથી લાગી રહ્યું હતુ. બાદમાં, લંચ દરમિયાન પણ, તેણે ડ્રિંક કર્યુ હતુ અને પછી તેણે મહિલા પર પેશાબ કર્યો.

g clip-path="url(#clip0_868_265)">