ચંદ્ર પરનું રહસ્ય ઉકેલાયુ પણ આ ટાપુ પરનું રહસ્ય હજુ પણ રહસ્ય જ રહ્યું
હિંદ મહાસાગરના આંદામાન ટાપુઓમાં સ્થિત નોર્થ સેન્ટીનેલ ટાપુ(north sentinel island)ના રહેવાસીઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે વિખુટા છે. તેઓ પૃથ્વી પરના અંતિમ સંપર્ક વિનાના લોકોમાંના એક માનવામાં આવે છે.

આજે મનુષ્ય પૃથ્વી પર લગભગ દરેક જગ્યાએ જઈ શકે છે. લોકોને ઉત્તર કોરિયા જેવા દેશોમાં જવાની પણ છૂટ છે પરંતુ એક એવી જગ્યા છે જ્યાં જવું મૃત્યુને ભેટવા સમાન છે. તમને આશ્ચર્ય લાગશે પણ આ સ્થળ દૂરના સ્થળે નહીં પણ ભારતમાં જ આવેલું છે જ્યાં હજુ સુધી વિશ્વનો કોઈ વ્યક્તિ સ્થાનિકો પાસે પહોંચી શક્યો નથી. આ માટે પ્રયાસ કરાયો હતો પણ ક્યાં તો તેમણે જીવથી હાથ ધોવાનો વારો આવ્યો અથવા ઊભી પૂંછડીએ પરત ભાગવું પડ્યું છે. અહીં પગ મુકવો મોતને આમંત્રણ સમાન છે હિંદ મહાસાગરના આંદામાન ટાપુઓમાં સ્થિત નોર્થ સેન્ટીનેલ ટાપુના રહેવાસીઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે વિખુટા છે. તેઓ પૃથ્વી પરના અંતિમ સંપર્ક વિનાના લોકોમાના એક માનવામાં આવે છે. આ ટાપુ 2018 માં અચાનક ચર્ચામાં આવ્યો હતો જ્યારે 26 વર્ષીય ખ્રિસ્તી પ્રચારક જોન એલન ચાઉ જેણે અહીં જવાનો પ્રયાસ...