Weather Update: દિલ્હી-UP સહિત ઉત્તર ભારતમાં આજે કાળઝાળ ગરમીથી મળશે રાહત, જાણો તમારા રાજ્યની સ્થિતિ

|

May 21, 2022 | 9:22 AM

હવામાનની આગાહી (Weather Update) મુજબ પંજાબ અને હરિયાણા પર ચક્રવાતના પરિભ્રમણને કારણે રાજધાની દિલ્હીમાં શનિવારે વાવાઝોડું આવી શકે છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં આજે હવામાન નરમ રહેવાની શક્યતા છે.

Weather Update: દિલ્હી-UP સહિત ઉત્તર ભારતમાં આજે કાળઝાળ ગરમીથી મળશે રાહત, જાણો તમારા રાજ્યની સ્થિતિ
Symbolic Image

Follow us on

શુક્રવારે દિલ્હી (Delhi) અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ (Rain) અને તેજ પવનને કારણે સાંજે થોડી રાહત થઈ હતી. આગામી કેટલાક દિવસો દિલ્હી માટે ખૂબ જ રાહતદાયક રહેશે. દિલ્હીમાં શનિવારે વાવાઝોડું આવવાની સંભાવના છે અને આગામી કેટલાક દિવસો સુધી આકરી ગરમીથી રાહત મળવાની સંભાવના છે. આ સાથે ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં પણ વરસાદની આશંકા છે. Weather.com અનુસાર શનિવારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, (Himachal Pradesh) જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કરા ઉપરાંત ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે તો ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા અને તમિલનાડુમાં વાવાઝોડાની સંભાવના છે. આ સાથે આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગરમીથી મળશે રાહત

શુક્રવાર સાંજ સુધીમાં રાજધાનીના કેટલાક ભાગોમાં આંશિક વાદળછાયું આકાશ, ઝરમર વરસાદ અને કરાથી થોડા સમય માટે રાહત થઈ હતી. હવામાનની આગાહી મુજબ, પંજાબ અને હરિયાણા પર ચક્રવાતી પરિભ્રમણને કારણે શનિવારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.ઉપરાંત રવિવારથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ અને ગાજવીજ સાથે તાજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) શરૂ થશે. પરિણામે મંગળવાર સુધી દિલ્હીમાં મહત્તમ તાપમાન ઘટીને 37 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજસ્થાનમાં આગામી 2 દિવસ સુધી જોરદાર પવન ફૂંકાશે

બીજી તરફ, શુક્રવારે રાજસ્થાનના(Rajasthan) મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું ચાલુ રહ્યું હતું અને ધોલપુરમાં મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે શુક્રવારે ધોલપુર 47.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું. જ્યારે કરૌલીમાં મહત્તમ તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ, પિલાની-અંતામાં 46.7-46.7 ડિગ્રી, ચુરુ-બીકાનેર-અલવરમાં 46.4-46.4 ડિગ્રી, વનસ્થલી-હનુમાનગઢમાં 46.2-46.2 ડિગ્રી, ચિત્તોડગઢમાં 46 ડિગ્રી, કોટામાં 48 ડિગ્રી સેલ્સિયસ, કોટામાં 48 ડિગ્રી સેલ્સિયસ છે. શ્રીગંગાનગરમાં 45.6 ડિગ્રી, ફલોદીમાં 45.4 ડિગ્રી, જેસલમેરમાં 45.6 ડિગ્રી, બાડમેરમાં 44.7 ડિગ્રી, જયપુરમાં 44.6 ડિગ્રી, સિકરમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.પરંતુ આગામી બે દિવસ જોરદાર પવન ફૂંકાશે.

Next Article