CBI માટે No Entry, દેશના 10માં રાજ્યએ સીબીઆઈ માટે પ્રવેશબંધી ફરમાવી!

તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સીબીઆઈએ રાજ્યમાં કોઈપણ કેસની તપાસ માટે તમિલનાડુ સરકારની પરવાનગી લેવી પડશે. તમિલનાડુ સરકારનું આ પગલું મોદી સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે વિપક્ષની ફરિયાદો વચ્ચે આવ્યું છે.

CBI માટે No Entry, દેશના 10માં રાજ્યએ સીબીઆઈ માટે પ્રવેશબંધી ફરમાવી!
No entry of CBI in this state
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 12:44 PM

તમિલનાડુની ડીએમકે સરકારે તેમના રાજ્યમાં તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સીબીઆઈએ રાજ્યમાં કોઈપણ કેસની તપાસ માટે તમિલનાડુ સરકારની પરવાનગી લેવી પડશે. તમિલનાડુ સરકારનું આ પગલું મોદી સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે વિપક્ષની ફરિયાદો વચ્ચે આવ્યું છે.

તાજેતરમાં, અન્ય કેટલાક રાજ્યોએ પણ CBIને આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી. જેમાં પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, મિઝોરમ અને તેલંગાણા વગેરેનો સમાવેશ થાય છે. સીબીઆઈ પાસેથી સામાન્ય સંમતિ પાછી ખેંચવી એ હવે વિપક્ષી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં એક શક્તિશાળી રાજકીય સાધન હોવાનું જણાય છે. આવો, ચાલો જાણીએ શું છે આ સામાન્ય સંમતિ અને તેને પાછી ખેંચવાના શું પરિણામ આવે છે…

CBI સામાન્ય સંમતિ શું છે?

CBI દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટ, 1946ના નિયમો હેઠળ કામ કરે છે. કાયદાની કલમ 6 હેઠળ, સીબીઆઈ રાજ્યમાં કોઈપણ ગુનાની તપાસ શરૂ કરતા પહેલા સંબંધિત રાજ્ય સરકારની સામાન્ય સંમતિ એટલે કે મંજૂરી ફરજિયાતપણે મેળવે છે. સામાન્ય રીતે મોટાભાગની રાજ્ય સરકારો સામાન્ય સંમતિ આપે છે અને આ સાથે એજન્સી કોઈપણ અવરોધ વિના રાજ્યમાં ગમે ત્યાં તપાસ કરી શકે છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

જો રાજ્ય સરકાર આ સામાન્ય સંમતિ પાછી ખેંચી લે તો સીબીઆઈ રાજ્ય સરકારને પૂછ્યા વિના કોઈપણ કેસની તપાસ કરી શકે નહીં. નાના કેસોમાં પણ એજન્સીએ રાજ્યમાંથી મંજૂરી લેવી પડે છે. ભ્રષ્ટાચાર હોય કે અન્ય કોઈ મામલો સામે આવે, સીબીઆઈ રાજ્ય સરકારની પરવાનગી વિના તપાસ કરી શકતી નથી.

શું સામાન્ય સંમતિ વિના CBIને રાજ્યમાં પ્રવેશ નહીં?

સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવાથી સીબીઆઈ રાજ્યમાં જવા શક્તિહીન બની જાય છે એટલે કે કોઈ તપાસ માટે જઈ શકતી નથી .જે રાજ્યોમાં સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવામાં આવી છે, ત્યાં સીબીઆઈ પરવાનગી વિના તપાસ માટે જઈ શકે નહીં. જો કે, જો સીબીઆઈને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ કેસની તપાસ કરવાનો આદેશ આપવામાં આવે તો તેને રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નથી.

કયા રાજ્યોમાં CBI પર પ્રતિબંધ?

પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કેરળ, મિઝોરમ, ઝારખંડ, મેઘાલય, છત્તીસગઢ, પંજાબ અને તેલંગાણાએ કોઈપણ કેસમાં તપાસ શરૂ કરતા પહેલા સીબીઆઈની પરવાનગી લેવી ફરજિયાત બનાવી છે. હવે તમિલનાડુ 10મું રાજ્ય બની ગયું છે, જેણે CBIના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">