દેશના 63 જિલ્લામાં નથી એક પણ બ્લડ બેન્ક, રાજ્યસભામાં આપ્યો સરકારે આ જવાબ

દેશના 63 જિલ્લામાં નથી એક પણ બ્લડ બેન્ક, રાજ્યસભામાં આપ્યો સરકારે આ જવાબ

વર્ષ 2021માં પણ દેશના 63 જિલ્લા એવા છે, જ્યાં આજ સુધી એક પણ બ્લડ બેન્ક નથી. સપ્ટેમ્બર 2020માં થયેલા એક સર્વે મુજબ દેશના 63 જિલ્લા એવા છે, જ્યાં કોઈ બ્લડ બેન્ક નથી.

Kunjan Shukal

|

Feb 02, 2021 | 5:42 PM

વર્ષ 2021માં પણ દેશના 63 જિલ્લા એવા છે, જ્યાં આજ સુધી એક પણ બ્લડ બેન્ક નથી. સપ્ટેમ્બર 2020માં થયેલા એક સર્વે મુજબ દેશના 63 જિલ્લા એવા છે, જ્યાં કોઈ બ્લડ બેન્ક નથી. આ મુદ્દાને લઈ આજે રાજ્યસભામાં સરકારને પૂછવામાં આવ્યું કે કેમ દેશના તમામ જિલ્લામાં ઓછામાં ઓછી 1 બ્લડ બેન્ક નથી? સાથે જ સરકારને પૂછવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર અને હેલ્થ મિનિસ્ટ્રી તેના માટે શું કરવાની છે.

સરકાર તરફથી સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ (Ashwini Choubey) લેખિત રૂપે જવાબ આપ્યો અને તેમને કહ્યું કે તે પૂરી રીતે રાજ્ય સરકારોની જવાબદારી હોય છે કે પોતાની જરૂરિયાત મુજબ બ્લડ બેન્કોની સ્થાપના સુનિશ્ચિત કરે. તેમને કહ્યું કે નેશનલ હેલ્થ મિશન હેઠળ ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલની બ્લડ બેન્કોને સુવિધા ઉપબલ્ધ કરાવવી અને નવી બ્લડ બેન્કોની સ્થાપના કરવામાં સતત મદદ કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે અરૂણાચલ પ્રદેશના 63 જિલ્લામાં, આસામના 14 જિલ્લામાં, બિહારના 5 જિલ્લામાં, મણિપુરના 12 જિલ્લામાં, મેઘાલયના 7 અને નાગાલેન્ડના 9 જિલ્લામાં એક પણ બ્લડ બેન્ક નથી. અશ્વિની ચૌબેએ કહ્યું કે નેશનલ બ્લડ ટ્રાન્સફ્યૂઝન કાઉન્સીલે એક બ્લડ બેન્ક નીતિ તૈયાર કરી છે, જે મુજબ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક બ્લડ બેન્ક તો હોવી જ જોઈએ. હાલમાં દેશમાં 3,321 લાઈસન્સ પ્રાપ્ત બ્લડ બેન્ક છે, જેમને 2019-20માં લગભગ 1.27 કરોડ બ્લડ યૂનિટ એકત્રિત કર્યા હતા.

બ્લડ બેન્કોને લોહીની કમી ના થાય તેથી ઘણી બિનસરકારી સંસ્થાઓ પણ તેમની મદદ માટે હંમેશા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામ કરતી રહે છે. તેમાં ભારતીય રેડ ક્રોસ, રોટરી લાયન્સ ક્લબ અને ઘણા સિવિલ સોસાયટી સંગઠન છે. સાથે જ બ્લડ બેન્કોની જાણકારી માટે એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેને e-raktkosh પોર્ટલના નામથી ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: Google Map દ્વારા કઈ રીતે મળે છે સાચું લોકેશન જાણો છો? વાંચો કઈ રીતે ખબર પડે છે ટ્રાફિક જામ વિશે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati