અમેરિકા કરતા વધારે સારા રસ્તા જમ્મૂ-ક્શ્મીરમાં હશે, નિતિન ગડકરીનો દાવો
તેમણે જણાવ્યું કે જલ્દી જ જમ્મૂ-કશ્મીરના રસ્તાઓનું નેટવર્ક અમેરિકા જેવું થઈ જશે. આગામી 3-4 વર્ષમાં શ્રેષ્ઠ રસ્તાના નેટવર્કને બનાવવાનો પ્લાન બની ગયો છે. આ રાજ્યમાં 1 લાખ 25 હજાર કરોડના પ્રોજેક્ટ ચલાવવામાં આવશે.
ભારતમાં નિતિન ગડકરીની દેખરેખમાં છેલ્લા ઘણા સમયથી વાહનવ્યવહારના નેટવર્કનો વિસ્તાર થઈ રહ્યો છે. કેન્દ્રીય કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જમ્મૂ કશ્મીરના એક કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું છે જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે જણાવ્યું કે જલ્દી જ જમ્મૂ-કશ્મીરના રસ્તાઓનું નેટવર્ક અમેરિકા જેવું થઈ જશે. તેમણે જણાવ્યું કે આગામી 3-4 વર્ષમાં શ્રેષ્ઠ રસ્તાના નેટવર્કને બનાવવાનો પ્લાન બની ગયો છે. આ રાજ્યમાં 1 લાખ 25 હજાર કરોડોના પ્રોજેક્ટ ચલાવવામાં આવશે.
જમ્મૂ-કશ્મીરમાં લગભગ 45 હજાર કરોડની કિંમતના 133 કિલોમીટ લંબાઈની 41 મહત્વપૂર્ણ ટનલોનું નિર્ણામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આ ટનલોમાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કશ્મીરની તુલના સ્વિટ્ઝરલેન્ડ સાથે કરી હતી. તેમણે કહ્યું કે દુનિયાના લોકો સ્વિટ્ઝરલેન્ડ જાય છે, જ્યારે કશ્મીર તેનાથી વધારે સારુ અને સુંદર છે.
આ પણ વાંચો : Covid 19: કોરોના સામે 6 મહિનાથી લડી રહેલા બાળક પર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાની પડી નજર, તરત જ લીધો આ નિર્ણય
જમ્મૂ-કશ્મીરમાં 41 ટનલનું કામ શરુ
जम्मू-कश्मीर में जोजिला और जेड मोड़ टनल का मुआयना। #ZojilaTunnel #ZMorhTunnel #AllWeatherRoad #PragatiKaHighway #GatiShakti #BuildingTheNation pic.twitter.com/uIUDGS06c0
— Nitin Gadkari (@nitin_gadkari) April 10, 2023
#WATCH सड़क इंफ्रास्ट्रक्चर में अगले 3-4 साल में जम्मू-कश्मीर के सड़क इंफ्रास्ट्रक्चर को अमेरिका के बराबर बनाएंगे। हम इतना अच्छा सड़क नेटवर्क बनाएंगे, इस काम को लेकर हम कार्य कर रहे हैं: केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी pic.twitter.com/uo5NhOUZPs
— ANI_HindiNews (@AHindinews) April 10, 2023
આ પણ વાંચો : Rahul Gandhi Vs Gautam Adani: રાહુલ ગાંધીને ગૌતમ અદાણીનો જવાબ, આપ્યો 20 હજાર કરોડનો પૂરો હિસાબ
ઝોજિલા ટનલ પર 5 હજાર કરોડની બચત
કેન્દ્રીય મંત્રી ગડકરીએ જમ્મુ-કાશ્મીરમાં બહુપ્રતિક્ષિત બે ટનલનું પણ નિરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે 2014 થી 2023 સુધી કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં 14 ટનલ બનાવી રહી છે.
ઝોજિલા ટનલ વિશે તેમણે કહ્યું કે ત્રણ વખત ટેન્ડર કરવામાં આવ્યું હતું. આમાં બધાએ ખૂબ મહેનત કરી છે. સંશોધન બાદ અમે આ ટનલ પર 5 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. આ ટનલ 13.14 કિલોમીટર લંબાઈની બની રહી છે. તે એશિયાની સૌથી લાંબી ટનલ છે. આ ટનલ -26 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરશે. હાલમાં તેનું 38 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
Z મોડ ટનલ પણ લગભગ તૈયાર છે અને ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખોલવામાં આવશે. ઓક્ટોબર સુધીમાં શરૂ થવાની ધારણા છે. કેન્દ્રીય મંત્રીનું માનવું છે કે આ સુરંગો અને પ્રોજેક્ટ પૂરા થયા બાદ કાશ્મીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં 4 ગણો વધારો થશે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…