Night curfew : શું નાઈટ કર્ફ્યુ લગાવવાથી નથી ફેલાતું કોરોના સંક્રમણ ? જાણો નાઈટ કર્ફ્યુ શું કામ જરૂરી છે

Night curfew : નાઈટ કરફ્યું અંગે ઘણા પ્રશ્નો ઉભા થાય છે. શું રાત્રે જ કોરોના સંક્રમણ ફેલાય છે? દિવસે છૂટ અને રાત્રે પ્રતિબંધથી કોરોના નહિ ફેલાય ?

Night curfew : શું નાઈટ કર્ફ્યુ  લગાવવાથી નથી ફેલાતું કોરોના સંક્રમણ ?  જાણો નાઈટ કર્ફ્યુ શું કામ જરૂરી છે
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 6:00 PM

Night curfew : દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ગુજરાત સહીત સંક્રમણ વધી રહ્યું છે તેવા ઘણા રાજ્યોમાં રાત્રે લોકોની અવરજવર અને એકઠા થવા રોકવા માટે નાઈટ કર્ફ્યુ (Night curfew) લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ છે તો આજે દિલ્હીમાં પણ 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢમાં પણ નાઈટ કર્ફ્યુ લાગુ છે. આ નાઈટ કરફ્યું અંગે ઘણા પ્રશ્નો ઉભા થાય છે. શું રાત્રે જ કોરોના સંક્રમણ ફેલાય છે? દિવસે છૂટ અને રાત્રે પ્રતિબંધથી કોરોના નહિ ફેલાય. આ તમામ પ્રશ્નોના જવાબ આપતા અમે આપને જણાવીશું કે નાઈટ કર્ફ્યું કેમ જરૂરી છે.

નાઈટ લાઈફ પર સંપૂર્ણ રીતે અંકુશ દેશના તમામ રાજ્યોની રાજધાનીઓ સહીતમોટા શહેરોથી લઈને નાના જિલ્લાઓમાં નાઇટ લાઇફ ખૂબ જ પ્રચલિત છે. મોટી હોટલો અને પબ, બાર વગેરેમાં મોડી રાત સુધી લોકો રાત્રી જીવનનો આનંદ માણે છે. આ સમય દરમિયાન દેશભરના શહેરોમાં કરોડો લોકોની ભીડ એકઠી થાય છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય અનેક ગણો વધી જાય છે. આવા સ્થળો પર Night curfew લાદવામાં આવે ત્યારે આ બધા પ્રોગ્રામ્સ અને ઇવેન્ટ્સ રદ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે નાઇટ કર્ફ્યુ લોકોને આ સ્થળોએ આવવાનું રોકે છે અને કોરોના વાયરસ જેવી ગંભીર બીમારીઓના સંક્રમણનો શિકાર થવાથી લોકો બચે છે. આ અર્થમાં, નાઇટ કર્ફ્યુ કોરોના સંક્રમણને ફેલાતું રોકવામાં ખૂબ અસરકારક છે.

બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર થાય છે ભીડ દેશભરમાં કરોડો લોકો જુદા જુદા સ્થળોએ આવવા અને જવા માટે મોટા ભાગે બસ અને ટ્રેનનો ઉપયોગ કરે છે. દેશના દરેક શહેરોમાં દિવસ ઉપરાંત રાત્રે પણ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર યાત્રીઓની ભીડ રહેતી હોય છે. પરિણામે બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર ખાણી-પીણીથી લઈને રાત્રી રોકાણની પ્રવૃત્તિ પણ ચાલુ રહે છે. Night curfew લગાવવાથી બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર એકઠી થતી ભીડ અટકે છે અને કોરોના સંક્રમણને ફેલાતું રોકી શકાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાત્રિમાં થતી પ્રવૃત્તિ પર પોલીસની નજર સામાન્ય નાગરિકની નજરે જોવામાં આવે તો આ પ્રશ્ન જરૂર થાય છે કે ઇટ કર્ફ્યુ શું કામ લાગુ કરવામાં આવે છે. હકીકતમાં દેશની વસ્તીનો મોટો ભાગ સવારથી લઈને દિવસભર કામ કરે છે અને સાંજ પછી, રાત્રે તેમના ઘરે શાંતિથી સૂઈ જાય છે. પરંતુ દેશની વસ્તીનો એક ભાગ એવો પણ છે કે જે બધી પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ રાત્રે કરે છે અને આ પ્રવૃત્તિઓમાં ભીડ એકત્ર થાય છે. નાઇટ કર્ફ્યુમાં આ રીતે બધી પ્રવૃત્તિઓ એક સાથે બંધ થાય છે. પોલીસથી લઈને વહીવટીતંત્ર અને અન્ય જવાબદાર અધિકારીઓ તેની પર નજર રાખે છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">