AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIAએ યુકેમાં ભારતીય હાઈ કમિશનની બહાર હિંસક પ્રદર્શન કરનાર ખાલિસ્તાનીઓનો Videoને જાહેર કર્યો

વારિસ પંજાબ દેના વડા અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ ભારતમાં કરાયેલી કાર્યવાહી બાદ યુકેમાં ભારતીય હાઈ કમિશનની બહાર હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. NIA આ મામલે તપાસ કરી રહી છે.

NIAએ યુકેમાં ભારતીય હાઈ કમિશનની બહાર હિંસક પ્રદર્શન કરનાર ખાલિસ્તાનીઓનો Videoને જાહેર કર્યો
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 4:54 PM
Share

New Delhi: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોનો માર્ચ 19નો વીડિયો જાહેર કર્યો છે.

રાષ્ટ્રીય સ્તરની તપાસ એજન્સીએ લોકોને અપીલ કરી છે કે તેઓ સીસીટીવી ફૂટેજમાં દેખાતા લોકો વિશે કંઈપણ જાણતા હોય તો તરત જ જાણ કરે. જાહેર કરવામાં આવેલો વીડિયો લગભગ ત્રણ મિનિટનો છે, જેમાં ખાલિસ્તાની સમર્થકોની ભીડ લગભગ 1.46 વાગ્યે હાઈ કમિશનર પાસે પહોંચતી જોવા મળે છે.

આ પણ વાચો: Canada: કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોને ખુલ્લું સમર્થન, ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી, જુઓ Video

જણાવી દઈએ કે હાઈ કમિશન પર હુમલાના મામલામાં NIA તપાસકર્તાઓની એક ટીમ ગત મહિનાથી બ્રિટનમાં હાજર છે અને તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે 18 માર્ચે ભારતમાં ખાલિસ્તાની સમર્થક વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં અમૃતપાલ ભાગી ગયો હતો. વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાની સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની ઓફિસની બહાર હિંસક પ્રદર્શન થયું હતું.

અહીં ખાલિસ્તાની સમર્થકોએ ખાલિસ્તાન તરફી નારા લગાવ્યા અને ઝંડા પણ બતાવ્યા હતા. આ દરમિયાન હાઈ કમિશનની બાલ્કનીમાં ઉભેલા એક પ્રદર્શનકારીએ થાંભલા પરથી ભારતીય ત્રિરંગો હટાવી દીધો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ખાલિસ્તાની સમર્થકો હાથમાં ઝંડા લઈને અમૃતપાલ સિંહને આરોપમાંથી મુક્ત કરવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ હિંસક પ્રદર્શન દરમિયાન બ્રિટિશ પોલીસ ત્યાં પહોંચી અને દેખાવકારોને ત્યાંથી હટાવ્યા હતા.

ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓની તપાસ કરી રહી છે

આ દરમિયાન વિરોધીઓ નારા લગાવતા અને અપશબ્દો બોલતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 2019માં કેન્દ્ર સરકારે NIA એક્ટમાં ફેરફાર કર્યા હતા. આ સુધારા બાદ NIAને વધુ શક્તિશાળી બનાવવામાં આવી હતી. આ પછી NIA હવે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓની તપાસ કરી રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, અવતાર સિંહ ખાંડા આ હિંસાનો માસ્ટરમાઈન્ડ છે. કહેવાય છે કે તે બ્રિટનમાં બેવડી જિંદગી જીવી રહ્યો છે. સમાચાર અનુસાર, અવતાર સિંહ ખાંડા જ રણજોધ સિંહ છે, જે ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો વડો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">