Canada: કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોને ખુલ્લું સમર્થન, ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી, જુઓ Video

કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાનના સમર્થકોની ગતિવિધિઓને ખુલ્લેઆમ સમર્થન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કેનેડાના બ્રામ્પટન શહેરમાં ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી હતી.

Canada: કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોને ખુલ્લું સમર્થન, ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી, જુઓ Video
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 8:48 AM

Canada: કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની સમર્થકોને ખુલ્લેઆમ સમર્થન આપવામાં આવી રહ્યું છે. કેનેડાના બ્રેમ્પટન શહેરમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી હતી, જેમાં બે શીખ બંદૂકધારીઓ તેમને ગોળી મારતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને 84ના રમખાણોના બેનરો પણ હતા. વીડિયોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કેનેડાના બ્રામ્પટનમાં કથિત રીતે ખાલિસ્તાની દ્વારા કરવામાં આવેલી હત્યાને દર્શાવતી એક ઝાંખી બતાવવામાં આવી છે.

આ પણ વાચો: Operation Blue Star: ઓપરેશન બ્લુસ્ટારની વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સમર્થકો દ્વારા 5 કિલોમીટર લાંબી ઝાંખી કાઢવામાં આવી હતી. કથિત વીડિયો 6 જૂને ઓપરેશન બ્લુ સ્ટારની 39મી વર્ષગાંઠ પહેલા 4 જૂને બ્રામ્પટનમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા કાઢવામાં આવેલી માર્ચનો હોવાનું માનવામાં આવે છે.

‘ઓપરેશન બ્લુ સ્ટાર’ પછી શું ઈન્દિરા ગાંધી સહિતના આ લોકોએ બલિદાન આપ્યું હતું ?

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખાલિસ્તાની સમર્થકોએ લગભગ 5 કિલોમીટર લાંબા નગર કીર્તનમાં આ ઝાંખી બતાવી હતી. જ્યારે, સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકોની તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકોએ આ ઝાંખીની સખત નિંદા કરી રહ્યા છે.

કેનેડામાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ઝાંખીનો વીડિયો પોસ્ટ કરીને, લોકો કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની ટીકા કરીને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરવા અભિયાન ચલાવી રહ્યા છે.

શું હતું ઓપરેશન બ્લુ સ્ટાર

તમને જણાવી દઈએ કે ઓપરેશન બ્લુ સ્ટાર એ પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની અંદર છુપાયેલા આતંકવાદીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન હતું. જેમાં 3 અને 6 જૂન, 1984 વચ્ચે સુવર્ણ મંદિર પરિસરની ઘેરાબંધી દરમિયાન સેના દ્વારા જરનૈલ સિંહ ભિંડરાવાલેના નેતૃત્વમાં સેંકડો શીખ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આના ચાર મહિના પછી, 31 ઓક્ટોબર, 1984 ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની સુરક્ષા હેઠળ તૈનાત બે શીખ જવાનોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">