NHRC એ કેન્દ્ર અને રાજ્યોને કહ્યું, મૃતદેહની ગરિમા જળવાય રહે તે માટે વિશેષ કાયદો બનાવો

|

May 14, 2021 | 11:26 PM

NHRC એ કહ્યું ભારતના બંધારણનો આર્ટિકલ-11 ફક્ત જીવંત લોકો માટે જ નહીં પરંતુ મૃતકોને પણ લાગુ પડે છે.

NHRC એ કેન્દ્ર અને રાજ્યોને કહ્યું, મૃતદેહની ગરિમા જળવાય રહે તે માટે વિશેષ કાયદો બનાવો
FILE PHOTO

Follow us on

દેશમાં કોરોના વાયરસના ઘણા કેસો વચ્ચે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે મૃતદેહોને નદીઓમાં ફેંકી દેવાયા છે અને ઘણા મૃતદેહોને રેતીમાં દાટવામાં આવ્યાં છે. આ અહેવાલો પર, હવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) હરકતમાં આવ્યું છે. NHRC એ કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારોને મૃતદેહની ગરિમા જળવાય રહે તે માટે વિશેષ કાયદો ઘડવા કહ્યું છે. આ સાથે જ પરિવહન દરમિયાન, સામૂહિક દફનવિધિ કે સ્મશાનમાં મૃતદેહોનો ભરાવો ન થવો જોઈએ. કારણ કે તે મૃતકોના માન-સન્માનના હકનું ઉલ્લંઘન છે.

કેન્દ્ર-રાજ્યોને આપી એડવાઇઝરી
આ સમગ્ર મામલે NHRCએ ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિસ્તૃત એડવાઇઝરી આપી છે. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણનો આર્ટિકલ-11 ફક્ત જીવંત લોકો માટે જ નહીં પરંતુ મૃતકોને પણ લાગુ પડે છે તે જોતાં પંચે કહ્યું કે, “સરકારની ફરજ છે કે તેઓ મૃતકોના હક્કોનું રક્ષણ કરે અને મૃતદેહો પર અત્યાચારો અટકાવે.”

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હંગામી સ્મશાન બનાવવાનું સૂચન કરાયું
ભારતમાં મૃતકોના હક્કોના રક્ષણ માટે કોઈ વિશેષ કાયદો નથી, NHRCએ ધ્યાન દોર્યું છે કે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયો તેમજ વિવિધ સરકારો દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકામાં પ્રોટોકોલ જાળવવા પર ભાર મૂકવામાં આવે છે.

એડવાઇઝરીમાં જણાવાયું છે કે મોટી સંખ્યામાં સ્મશાનગૃહમાં મૃતદેહોની લાંબી લાઈનોને ધ્યાનમાં રાખીને પ્રશાસને તાત્કાલિક હંગામી સ્મશાન બાંધવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે આરોગ્યના જોખમો માટે ઉદ્ભવતા સંભવિત જોખમોને ટાળવા માટે ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવું જોઈએ.

મોતનો મલાજો જાળવો : NHRC
રાષ્ટ્રીય માનવાધિકાર પંચે કહ્યું કે પરિવહન દરમિયાન કે કોઈ અન્ય સ્થળે મૃતદેહોનો ભરાવો કરવાની મંજુરી ન આપવી જોઈએ. અને સામુહિક અંત્યેષ્ટિ કે અગ્નિસંસ્કારની પણ મંજુરી ન આપવી જોઈએ, કેમકે આ મૃતકોની ગરિમાના અધિકારનું ઉલ્લંઘન છે. સ્મશાન કર્મચારીઓ મૃતદેહને યોગ્ય રીતે સ્પર્શ કરવા પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. વધુમાં, તેઓને સલામતીના જરૂરી ઉપકરણો અને સુવિધાઓ પ્રદાન કરવાની જરૂર છે, જેથી તેઓ કોઈ પણ ભય અને જોખમ વિના પોતાની ફરજો નિપુણતાથી નિભાવી શકે.

આ પણ વાંચો : મહેસાણામાં રસીકરણમાં મોટો છબરડો, 15 દિવસ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધને રસીકરણનો પહેલો  ડોઝ આપી દીધો!

Next Article