AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યાં ગ્લેશિયર તૂટ્યું ત્યાં પહોંચ્યું ચીની હેલિકોપ્ટર : નેપાળમાં સર્જાયેલી મહાતબાહીનો રુંવાડા ઊભા કરતો વીડિયો વાયરલ

નેપાળમાં આવેલા ભીષણ પૂર પાછળ તિબેટ ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવાનું અને કુદરતી તળાવનું પાણી ધસમસતું વહેવાનું કારણ સામે આવ્યું છે. ચીની હેલિકોપ્ટર દ્વારા લેવાયેલા એરિયલ વીડિયોમાં તબાહીનું સાચું કારણ અને પાણીનો પ્રચંડ પ્રવાહ સ્પષ્ટ દેખાયો છે.

જ્યાં ગ્લેશિયર તૂટ્યું ત્યાં પહોંચ્યું ચીની હેલિકોપ્ટર : નેપાળમાં સર્જાયેલી મહાતબાહીનો રુંવાડા ઊભા કરતો વીડિયો વાયરલ
| Updated on: Aug 27, 2026 | 7:11 PM
Share

નેપાળમાં આવેલા ભીષણ પૂરે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ પૂરના કારણે લાખો મકાનો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને આશરે 162 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત સેંકડો લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમાં અનેક વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. અચાનક આવેલા આ પૂરે ભોટેકોશી નદીના કાંઠે વસેલા રસુવા અને નુવાકોટ જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે. રસ્તાઓ, પુલો, મકાનો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ બધું જ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું છે.

આટલી મોટી તબાહી જોઈને દરેકના મનમાં સવાલ ઊભો થતો હતો કે નેપાળમાં આટલો ભયાનક અકસ્માત કયા કારણે સર્જાયો? આ જ સવાલનો જવાબ શોધવા માટે ચીનનું એક હેલિકોપ્ટર તે જગ્યાએ પહોંચ્યું જ્યાંથી આ પૂરની શરૂઆત થઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તિબેટ વિસ્તારમાં ઊંચાઈ પર હિમસ્ખલન (Avalanche) થવા અને અચાનક ગ્લેશિયર તૂટવાના કારણે પાણી નીચેની તરફ વહ્યું હતું, જેણે ભોટેકોશી નદીમાં વિકરાળ પૂરનું સ્વરૂપ ધારણ કર્યું. ચીની હેલિકોપ્ટર દ્વારા લેવાયેલા એરિયલ વ્યૂનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં શું જોવા મળ્યું?

  • સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચીનનું હેલિકોપ્ટર તે જ સ્થળે પહોંચ્યું હતું જ્યાં ગ્લેશિયર તૂટ્યું હતું અને જેના કારણે નેપાળમાં ભારે પૂર આવ્યું.
  • વીડિયોમાં ઊંચા પહાડો વચ્ચે બરફથી ઢંકાયેલા ખડકો અને તેમાંથી પૂરઝડપે વહેતો પાણીનો પ્રવાહ સ્પષ્ટ નજરે પડે છે.
  • કેટલાક ભાગોમાં બરફની એક મોટી સુરંગ પણ દેખાય છે, જે દર્શાવે છે કે આ પાણી બરફની નીચેથી પસાર થઈને લગભગ ત્રણ માઈલ દૂર બનેલા તળાવ સુધી પહોંચે છે.
  • પાણીનું દબાણ વધતાં બરફ ઊંચકાઈ જાય છે અને પાણી પહાડની નીચે તરફ ધસમસવા લાગે છે.

અહેવાલો મુજબ, આ તળાવ માત્ર 36 કલાકમાં જ સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું અને પાણી એટલી પ્રચંડ ઝડપે નીકળ્યું કે તે પોતાની સાથે ગ્લેશિયરના મોટા-મોટા બરફના ટુકડાઓ પણ ખેંચી ગયું. આ જ પાણી આગળ જઈને ભોટેકોશી નદીમાં ભળ્યું અને નેપાળમાં તારાજી સર્જી.

લોકોની પ્રતિક્રિયાઓ

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આ વીડિયો પરથી નેપાળમાં આવેલા ભયાનક પૂરનું અસલ કારણ સ્પષ્ટ થાય છે. ઘણા યુઝર્સે લખ્યું કે પહાડોની ઊંચાઈ પર બનેલા આવા ગ્લેશિયલ તળાવો ગમે ત્યારે તૂટી શકે છે અને તેના વિશે સમયસર પૂર્વચેતવણી (Early Warning) મળવી અત્યંત જરૂરી છે.

કેટલાક લોકોએ તેને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ સાથે જોડતાં જણાવ્યું કે વધતા તાપમાનના લીધે હિમાલયના ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં પણ આવી કુદરતી હોનારતોનું જોખમ વધી શકે છે.

જુઓ Video

ચીનની મોટી ચેતવણી ! આગામી 3 દિવસમાં નેપાળમાં આવશે 50 લાખ ક્યુબિક મીટરનો જળપ્રલય ?

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">