AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG Exam: 4 મહિના સુધી સ્થગિત રહેશે નીટ પીજી પરીક્ષા, PM મોદીનો નિર્ણય

કોરોનાના વધતાં સંક્રમણની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. પ્રધાન મંત્રી કાર્યાલય મુજબ વડાપ્રધાને મેડિકલ ચિકીત્સા કર્મીઓની ઉપલબ્ધતા વધારવા માટે કેટલાય મહત્વના નિર્ણયો લીધા છે.

NEET PG Exam: 4 મહિના સુધી સ્થગિત રહેશે નીટ પીજી પરીક્ષા, PM મોદીનો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Rahul Vegda
| Edited By: | Updated on: May 03, 2021 | 6:38 PM
Share

કોરોનાના વધતાં સંક્રમણની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. પ્રધાન મંત્રી કાર્યાલય મુજબ વડાપ્રધાને મેડિકલ ચિકીત્સા કર્મીઓની ઉપલબ્ધતા વધારવા માટે કેટલાય મહત્વના નિર્ણયો લીધા છે. વડાપ્રધાન મોદીના નિર્ણયોમાંથી એક NEET-PG પરીક્ષાને ઓછામાં ઓછા 4 મહિના માટે સ્થગિત કરવામાં આવી છે.

PMOએ કહ્યું કે COVID કર્તવ્યના 100 દિવસ પૂરા કરવાવાળા સ્વાસ્થય કર્મીઓને નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા અપાશે. મેડિકળ ઈંટર્ન્સને તેની ફેકલ્ટીની નજરમાં કોવિડ પ્રબંધ કાર્યોમાં તૈનાત કરવામાં આવશે. PMOએ કહ્યું કે MBBSના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને માઈલ્ડ કોવિડ કેસના ટેલિ કન્સલ્ટેશન અને મોનિટરિંગના કામમાં લગાવવામાં આવશે.

વિદ્યાર્થીઓ પોતાની ફેકલ્ટીની દેખરેખમાં કામ કરશે. Bsc/GNM ક્વાલિફાઈડ નર્સને સિનિયર ડોક્ટર્સ અને નર્સની દેખરેખમાં ફૂલટાઈમ કોવિડ નર્સિંગ ડ્યૂટીમાં લગાવવામાં આવશે. PMO મુજબ કોવિડ ડ્યૂટીમાં લાગેલા સ્વાસ્થ્ય કર્મી 100 દિવસના કાર્યને પૂરું કરશે, તેને પ્રધાનમંત્રીએ પ્રતિષ્ઠા કોવિડ રાષ્ટ્રીય સેવા સમ્માનથી સમ્માનિત કરવામાં આવશે.

આપણે જણાવી દઈએ કે રવિવારે પ્રધાનમંત્રીએ હેલ્થ એક્સપર્ટની સાથે વર્ચ્યુલ બેઠક કરી હતી. આ બેઠકમાં જ આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા. રવિવાર બપોરે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે મેડિકલની પ્રવેશ પરીક્ષા NEETને ટાળી શકવામાં આવે છે. આ સિવાય MBBS અને નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ ડ્યૂટીમાં તૈનાત કરવાના પણ નિર્ણયો લઈ શકાય છે.

આ પણ વાંચો : Dwarka: ખંભાળીયાના બે યુવાન દ્વારા દેશી બનાવટથી 50 જેટલા ફ્લોમીટર તૈયાર કર્યા, કોરોના દર્દીઓને આંશિક રાહત 

g clip-path="url(#clip0_868_265)">