NEET PG 2022 : IMAએ NEET PG પરીક્ષાની તારીખ બદલવા માટે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને લખ્યો પત્ર

|

May 12, 2022 | 12:59 PM

IMAએ NEET PG 2022ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા એટલે કે તેને મુલતવી રાખવા અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને (Mansukh Mandviya) એક પત્ર લખ્યો છે.

NEET PG 2022 : IMAએ NEET PG પરીક્ષાની તારીખ બદલવા માટે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને લખ્યો પત્ર
India Medical Association Logo (File Photo)

Follow us on

અત્યારે અનેક ઉમેદવારો સતત NEET PG 2022 પરીક્ષાની તારીખ લંબાવવાની માંગણી કરી રહ્યા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court of India) પહોંચ્યો છે. જેની સુનાવણી ટૂંક સમયમાં કરવામાં આવશે. આ દરમિયાન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMAએ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને NEET PG પરીક્ષાની તારીખોમાં ફેરફાર અંગે પત્ર લખ્યો છે. NEET PG પરીક્ષાના ઉમેદવારો વિશે ચિંતા વ્યક્ત કરતા IMAએ કહ્યું છે કે, કોરોનાને કારણે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટી પર મૂકવામાં આવ્યા હતા. જેના કારણે તેઓની ઇન્ટર્નશીપ સમયસર પૂર્ણ થઇ શકી ન હતી. તેથી તેઓ પાત્રતા ધરાવતા હોવા છતાં પણ સમયસર ઇન્ટર્નશીપ પૂર્ણ ન કરી શકવાને કારણે અત્યારે આ પરીક્ષા આપી શકશે નહીં.

NEET PG 2022ની પરીક્ષા 21 મેના રોજ યોજાશે

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પણ કહ્યું છે કે, અત્યારે ચાલી રહેલી NEET PG 2021 કાઉન્સિલિંગ અને NEET PG 2022 પરીક્ષાની તારીખો વચ્ચેના સંઘર્ષને કારણે અને તૈયારી માટે પૂરતો સમય પણ ન મળવાને કારણે આ પરીક્ષા આપવામાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી આવી શકે છે. અત્યારે પરિસ્થિતિ જોતા, ઉમેદવારો માટે આવી અઘરી પરીક્ષાની તૈયારી કરવાનો સમય પણ ઘણો ઓછો રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ માટે, NEET PG પરીક્ષા 2022ની તારીખ, જે 21 મેના રોજ નક્કી કરવામાં આવી છે, તેને બદલીને આગળ વધારવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય પણ મળે અને તેમની ઈન્ટર્નશીપ પણ સમયસર પૂર્ણ થઇ શકે.

વિદ્યાર્થીઓએ પીએમને પણ પત્ર લખ્યો હતો

ઓલ ઈન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (AIMSA) સહિત અન્ય વિદ્યાર્થી સંગઠનો પણ NEET PG પરીક્ષાની તારીખ લંબાવવાની માગ કરી રહ્યા છે. આ પહેલા વિદ્યાર્થીઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને આ મુદ્દા અંગે રાહતની માંગ કરી છે.

જો કે, આ પરીક્ષાને લઈને કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તાજેતરમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સાથેની બેઠકમાં, NEET PG પરીક્ષાની તારીખોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓના મોટા સંગઠનોની માંગણીને ધ્યાનમાં રાખીને, NEET PG પરીક્ષાની તારીખ બદલવા અંગેનું અપડૅટ ટૂંક સમયમાં આવી શકે છે. આ માટે વિધાર્થીઓએ હાલમાં થોડી રાહ જોવી પડશે.

Next Article