Droupadi Murmu Nomination : દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે PM મોદી અને NDAના ટોચના નેતાઓ સાથે ઉમેદવારી નોંધાવશે

|

Jun 24, 2022 | 10:58 AM

Presidential Elections 2022 : દ્રૌપદી મુર્મુ શુક્રવારે રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામાંકન દાખલ કરશે. શુક્રવારે ઉમેદવારી નોંધાવતા પહેલા, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.

Droupadi Murmu Nomination : દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે PM મોદી અને NDAના ટોચના નેતાઓ સાથે ઉમેદવારી નોંધાવશે
દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે
Image Credit source: PTI

Follow us on

Presidential Elections 2022 : દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)ગુરુવારે તેના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી આવ્યા હતા. અને શુક્રવારે ઉમેદવારી નોંધાવતા પહેલા (PM MODI)વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ શુક્રવારે રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામાંકન દાખલ કરશે. તે થોડા સમય પહેલા ઓડિશા ભવનથી સંસદ માટે પણ રવાના થયા છે. અગાઉ, દ્રૌપદી મુર્મુ ગુરુવારે તેમના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી પહોંચ્યા હતા. અને શુક્રવારે ઉમેદવારી નોંધાવતા પહેલા, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નોમિનેશન પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સંસદ ભવન પહોંચી ગયા છે.

 

 


64 વર્ષીય મુર્મુ જે ઝારખંડના રાજ્યપાલ હતા, શુક્રવારે વડા પ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પોતાનું નામાંકન દાખલ કરશે. નામાંકન દરમિયાન, રાજ્ય સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ ઓડિશાના સત્તાધારી બીજુ જનતા દળ (BJD) ના પ્રતિનિધિઓ તરીકે હાજર રહેશે. બીજેડીએ મુર્મુની ઉમેદવારીનું સમર્થન કર્યું છે.

Published On - 10:58 am, Fri, 24 June 22

Next Article