Corona Virus: કોરોના સંક્રમણથી બાળકોને બચાવવાની ચિંતા NCPCRએ બધા રાજ્યોના બાળ સંરક્ષણ ગૃહ પાસેથી માગ્યા સંક્રમિતોના આંકડા

|

Apr 22, 2021 | 9:10 PM

સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર ભયાનક રીતે વધી રહી છે. દેશમાં કેટલાય બાળ સંરક્ષણ ગૃહમાં બાળકોના કોરોના વાઈરસથી સંક્રમિત થવાની ખબરો વચ્ચે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે (NCPCR) બધા રાજ્યોને કહ્યું કે છેલ્લા એક મહિના દરમિયાન ગૃહમાં કોરોના સંક્રમિત બાળકોના આંકડા આપે.

Corona Virus: કોરોના સંક્રમણથી બાળકોને બચાવવાની ચિંતા NCPCRએ બધા રાજ્યોના બાળ સંરક્ષણ ગૃહ પાસેથી માગ્યા સંક્રમિતોના આંકડા
Corona virus

Follow us on

Corona Virus: સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર ભયાનક રીતે વધી રહી છે. દેશમાં કેટલાય બાળ સંરક્ષણ ગૃહમાં બાળકોના કોરોના વાઈરસથી સંક્રમિત થવાની ખબરો વચ્ચે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે (NCPCR) બધા રાજ્યોને કહ્યું કે છેલ્લા એક મહિના દરમિયાન ગૃહમાં કોરોના સંક્રમિત બાળકોના આંકડા આપે. પ્રદેશના પ્રમુખ સચિવને લખેલા પત્રમાં  NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ કહ્યું કે કોરોના મહામારીમાં બાળગૃહમાં રહેનારા બાળકોની રક્ષા મુખ્ય ચિંતાનો વિષય છે.

 

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કોરોનાની બીજી લહેર ઘણી ખતરનાક બની રહી છે. સાથે જ કોરોનાની બીજી લહેર પણ બાળકો માટે ખતરનાક સાબિત થઈ રહી છે. આ  જોતા હરિયાણાના સ્કૂલને 30 એપ્રિલ સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ ચૂકી છે. આ સાથે જ સંક્રમણના વધતા કેસને જોતા પ્રદેશની બધી જ આંગણવાડી અને શિશુ ગૃહને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

ભારતમાં કોરોનાના આંકડા ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં 3.14 લાખ કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રોજ સામે આવનારા કેસના આધાર પર ભારતે અમેરિકાને પાછળ મૂકી દીધુ છે. પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,14,835 કેસ નોંધાયા છે અને 2,104 લોકોનો જીવ ગયો છે. દેશમાં ઓક્સિજન, રેમડેસિવિર અને આઈસીયુ બેડની અછત વર્તાય રહી છે.

 

આ પણ વાંચો: Vadodara: કોરોનાનો ભોગ બનેલા સુખડીયા ભાઈઓ માત્ર 15 રૂપિયામાં સયાજી હોસ્પિટલમાં સાજા થયા

Next Article