16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે Covid-19 રસીકરણ, કેન્દ્ર સરકારનો નિર્ણય

16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે Covid-19 રસીકરણ, કેન્દ્ર સરકારનો નિર્ણય
Covid-19 Vaccine

દેશમાં Covid-19 વેક્સિનને લઇ મોદી સરકારે આજે મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોદી સરકારે જાહેરાત કરી છે કે 16 જાન્યુઆરીના રોજથી કોરોના રસીકરણ શરૂ કરવામા આવશે.

Chandrakant Kanoja

| Edited By: Bhavesh Bhatti

Jan 09, 2021 | 7:31 PM

દેશમાં Covid- 19 ની વેક્સિનને લઇએ મોદી સરકારે આજે મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોદી સરકારે આજે જાહેરાત કરી છે કે 16 જાન્યુઆરીના રોજથી કોરોના રસીકરણ શરૂ કરવામા આવશે. જેમાં જણાવ્યા અનુસાર આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ લોકોની સંખ્યા અંદાજે 3 કરોડની આસપાસ છે. જેમા 50 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવામા આવશે.

આજે પીએમ મોદીએ પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું કે ભારતમાં એક નહી પરંતુ બે મેડ ઇન ઈન્ડિયા કોરોના વાયરસની રસી માનવતાની સુરક્ષા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે લોકો દુનિયામાં માત્ર કોવિડ-19 ની રસી માટે માત્ર ભારતની રસી પર નજર રાખી રહી છે પરંતુ ભારત આટલું મોટું અભિયાન કેવી રીતે ચલાવશે તેની પર પણ નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો: Twitter એ એકાઉન્ડ બંદ કર્યું તો ટ્રમ્પે રાષ્ટ્રપતિના એકાઉન્ટથી કાઢ્યો બળાપો, કહ્યું “પોતાનું પ્લેટફોર્મ બનાવીશ”

આ પણ વાંચો: સલમાનથી લઈ દીપિકા સુધી, બોલીવુડના સુપરસ્ટાર્સ જે ક્યારેય કોલેજ જઈ શક્યા નથી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati