Chandrayaan 2ની નિષ્ફળતા પર જેણે વહાવ્યા હતા આંસુ, Chandrayaan 3ની સફળતા પર ઈસરોના તે પૂર્વ અધ્યક્ષે શું કહ્યું ?
Chandrayaan 3 Updates : 23 ઓગસ્ટ 2023 ના રોજ તમામ દેશવાસીઓ સાથે Kailasavadivoo Sivan માટે પણ ખૂબ જ ખાસ હતો. ISROના ભૂતપૂર્વ વડા કે સિવને ISROના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને ચંદ્ર પર સફળ ઉતરાણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ISRO : 7 સપ્ટેમ્બર, 2019 નો દિવસ, જ્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના તત્કાલીન વડા કે. સિવાનની અધ્યક્ષતામાં કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ચંદ્રયાન-2 સફળ થઈ શક્યુ ન હતુ. ઈસરોની આ નિષ્ફળતા સમયે ભારતીયો નિરાશ થયા હતા. પણ જ્યારે Kailasavadivoo Sivan, વડાપ્રધાન મોદીની સામે રડી પડયા હતા. ત્યારે તમામ દેશવાસીઓની આંખો ભીની થઈ હતી. પણ આજે લગભગ 4 વર્ષ બાદ Sivanના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
ચંદ્રયાન-3 ની સફળતા પર ખુશી વ્યક્ત કરતા, ISROના ભૂતપૂર્વ અધ્યક્ષે પણ કાર્યક્રમને સમર્થન આપવા બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ માત્ર ઈસરોની જ નહીં પરંતુ સમગ્ર દેશની સફળતા છે. આજે ચંદ્રયાન 3ની સફળતા સાથે Kailasavadivoo Sivanના હાલના અને 2019ના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
7 સપ્ટેમ્બર, 2019એ અધૂરુ રહ્યુ હતુ ચંદ્ર પર પહોંચવાનું સ્વપ્ન
Moment when Communication lost with Vikram Lander to emotional moments when PM Modi hugged and consoled ISRO chief Dr Sivan!❤️ pic.twitter.com/0HqOG6xQgg
— ADV. ASHUTOSH J. DUBEY (@AdvAshutoshBJP) August 23, 2023
I still have that image in mind of Sivan crying. He was there too. #Chandrayaan3 is such a super example of inverting the problem and succeeding. ❤️ pic.twitter.com/2OhOmiz3ky
— Rishi Bagree (@rishibagree) August 23, 2023
3 વર્ષ 11 મહિના 16 દિવસ બાદ પૂરુ થયુ અધૂરુ સ્વપ્ન
#WATCH | Former ISRO chief, K Sivan at Mission Control Complex in Bengaluru to witness Chandrayaan-3 Mission soft landing on the Moon pic.twitter.com/J1a9wi8nT3
— ANI (@ANI) August 23, 2023
#WATCH | Former ISRO chief, K Sivan congratulates on the successful landing of ISRO’s third lunar mission Chandrayaan-3 on the moon
“We are really excited…We have been waiting for this moment for a long time. I am very happy,” he says. pic.twitter.com/2VmvQvMuMf
— ANI (@ANI) August 23, 2023
ઈસરોના પૂર્વ અધ્યક્ષે કહ્યું- નવી શોધો પૂર્ણ થશે
ઐતિહાસિક ક્ષણના આ શુભ અવસર પર ઈસરોના પૂર્વ અધ્યક્ષે એક મોટી વાત કહી કે ચંદ્રયાન-3નો સાયન્સ ડેટા માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક વૈજ્ઞાનિકો માટે એટલે કે સમગ્ર વિશ્વ માટે હશે. તેમણે કહ્યું કે આ ડેટાનો ઉપયોગ વિશ્વભરના વૈજ્ઞાનિકો કરશે અને તેમાંથી નવી શોધ કરવામાં આવશે.