CJI : દેશના મુખ્ય ન્યાયાધીશ પદ માટે ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરવામાં આવી

CJI રમનાએ કાયદા અને ન્યાય મંત્રીને આ માટેનો ભલામણ પત્ર પણ સોંપ્યો છે. જો જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ સ્વીકારવામાં આવે તો તેઓ દેશના 49મા CJI બની જશે.

CJI : દેશના મુખ્ય ન્યાયાધીશ પદ માટે ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરવામાં આવી
Uday Umesh Lalit's name recommended for the CJI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 5:41 PM

ભારત (India )દેશના ના મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમણાએ હવે પછીના CJI માટે ન્યાયમૂર્તિ(Justice ) ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી છે. CJI રમનાએ કાયદા અને ન્યાય મંત્રીને આ માટેનો ભલામણ પત્ર પણ સોંપ્યો છે. જો જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ સ્વીકારવામાં આવે તો તેઓ દેશના 49મા CJI બની જશે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ એનવી રમણ 26 ઓગસ્ટે રિટાયર થઇ રહ્યા છે અને તેમના પછી હવે જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ કરવામાં આવી છે. જેના માટે કાયદા મંત્રી કિરેન રિજિજુએ CJI NV રમણાને પત્ર લખીને તેમના અનુગામીના નામની ભલામણ કરવા વિનંતી કરી હતી.

3 ઓગસ્ટે લખાયેલો રિજિજુનો પત્ર મોડી સાંજે મુખ્ય ન્યાયાધીશની ઓફિસને મળ્યો હતો. અત્યાર સુધી ચાલતી આવેલી પરંપરા મુજબ, ન્યાયમૂર્તિની નિવૃત્તિના લગભગ એક મહિના પહેલા, મુખ્ય ન્યાયાધીશ કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિને સીલબંધ કવરમાં તેમના અનુગામીની ભલામણ મોકલે છે. સામાન્ય રીતે, સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશનું નામ એટલે કે સિનિયોરીટીના ક્રમમાં નંબર બેનું નામ એન્વલપમાં હોય છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તેમની સિનિયોરીટીના આધારે CJI તરીકે કાર્યભાર સંભાળે છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે આમ કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટમાં જજોની નિવૃત્તિ વય 65 વર્ષ નક્કી કરવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

4 મહિનામાં 3 CJI

સુપ્રીમ કોર્ટમાં દાયકાઓ પછી એવો સમય આવ્યો છે જ્યારે દેશને ચાર મહિનામાં ત્રણ મુખ્ય ન્યાયાધીશો જોવા મળશે. CJI NV રમના ઉપરાંત જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ પણ આ વર્ષે જુલાઈથી આવતા નવેમ્બર દરમિયાન ચીફ જસ્ટિસ બનશે. આ રસપ્રદ સંયોગના પાંચ વર્ષ પછી, 2027 માં, દેશ સમાન સંયોગનો સાક્ષી બનશે. વર્ષ 2027માં સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે બે મહિનામાં ત્રણ મુખ્ય ન્યાયાધીશો આવશે અને જશે.

આવું પહેલા 1950માં પણ થયું હતું

તમને જણાવી દઈએ કે 2027 સુધીમાં આટલા ઓછા સમયમાં ત્રણ મુખ્ય ન્યાયાધીશ બનવાની આ ત્રીજી વખત હશે. સુપ્રીમ કોર્ટ 1950માં અસ્તિત્વમાં આવી અને ત્યારબાદ 1991માં નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે દેશમાં ત્રણ અલગ-અલગ CJI બનાવવામાં આવ્યા. ત્યારબાદ CJI રંગનાથ મિશ્રા 24 નવેમ્બર 1991ના રોજ નિવૃત્ત થયા. ત્યારબાદ જસ્ટિસ કમલ નારાયણ સિંહ 25 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી કુલ 18 દિવસ માટે ચીફ જસ્ટિસ બન્યા. બાદમાં જસ્ટિસ એમએચ કાનિયા ચીફ જસ્ટિસ બન્યા અને 13 ડિસેમ્બર 1991થી 17 નવેમ્બર 1992 સુધી એટલે કે 11 મહિના સુધી આ સર્વોચ્ચ પદની જવાબદારી નિભાવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">