National Herald Case: બીજા દિવસે 6 કલાક સુધી સોનિયા ગાંધી સાથે થઈ પૂછપરછ, બુધવારે ફરી ED ઓફિસ જવુ પડશે

|

Jul 26, 2022 | 9:01 PM

જણાવી દઈ કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોડ્રિંગ મામલે ગાંધી પરિવારની ઘણા સમયથી પૂછપરછ થઈ રહી છે. આ પહેલા કોરોના થવાને કારણે સોનિયા ગાંધીની પૂછપરછ થઈ શકી ના હતી. રાહુલ ગાંધીની પણ આ મામલે પૂછપરછ થઈ હતી. જે ક્રમમાં હાલમાં સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ ચાલી રહી છે.

National Herald Case: બીજા દિવસે 6 કલાક સુધી સોનિયા ગાંધી સાથે થઈ પૂછપરછ, બુધવારે ફરી ED ઓફિસ જવુ પડશે
National Herald Case
Image Credit source: file photo

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસ (National Herald Case)ના મની લોડ્રિંગ મામલે હાલમાં ED દ્વારા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ થઈ રહી છે. ED દ્વારા આજે મંગળવારે સોનિયા ગાંધીની (Sonia Gandhi) 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. પરંતુ આજની આ પૂછપરછથી EDને સંતોષ નથી થયો. તેથી EDએ સોનિયા ગાંધીને પૂછપરછ માટે ફરી સમન મોકલ્યુ છે. તેથી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને કાલે એટલે કે બુધવારે ફરી ED ઓફિસે પૂછપરછ માટે જવુ પડશે.

જણાવી દઈ કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોડ્રિંગ મામલે ગાંધી પરિવારની ઘણા સમયથી પૂછપરછ થઈ રહી છે. આ પહેલા કોરોના થવાને કારણે સોનિયા ગાંધીની પૂછપરછ થઈ શકી ના હતી. રાહુલ ગાંધીની પણ આ મામલે પૂછપરછ થઈ હતી. જે ક્રમમાં હાલમાં સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ ચાલી રહી છે. કાલે ફરી આ મામલે પૂછપરછ ચાલુ રહેશે.

સોનિયા ગાંધીની પૂછપરછનો કોંગ્રેસ દ્વારા વિરોધ

ED દ્વારા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષની ચાલી રહી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે તે સરકારી સંસ્થાનોનો દૂરઉપયોગ કરી રહ્યા છે. આજે મંગળવારે પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદોની ધડપકડ કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીને વાળ ખેંચતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

EDની પૂછપરછ ચાલુ

નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોડ્રિંગ મામલે હાલમાં ED દ્વારા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ આ પહેલા 21 જુલાઈએ થઈ હતી. જેમાં ED દ્વારા અઢી કલાક સોનિયા ગાંધીને સવાલો કરવામાં આવ્યા હતા. ED દ્વારા જૂનના પહેલા અઠવાડિયામાં પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી હતી. 13 થી 20 જૂન વચ્ચે રાહુલ ગાંધીની 4 વાર પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે કોરોનાને કારણે 23 જૂને સોનિયા ગાંધી પૂછપરછ માટે ના આવી શક્યા જેથી તેમની 21 જુલાઈએ પૂછપરછ શરુ થઈ હતી. જોવાનું એ રહ્યુ કે આવનારા સમયમાં આ મામલે શું થશે ? ED દ્વારા આ પૂછપરછ કેટલા સમય સુધી થશે એ પણ જોવુ રહ્યુ. આ મામલે કોંગ્રેસ જોરદાર વિરોધ પ્રદર્શન દેશભરમાં કરી રહી છે.

Next Article