National Herald Case: કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા, સુરજેવાલાએ કહ્યું- અમે 90 કરોડની લોન આપીને દેશનો વારસો બચાવ્યો

|

Jun 13, 2022 | 12:48 PM

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓED ઓફિસ સુધી પહોચ્યા હતા.

National Herald Case: કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા, સુરજેવાલાએ કહ્યું- અમે 90 કરોડની લોન આપીને દેશનો વારસો બચાવ્યો
Randeep Surjewala
Image Credit source: ANI

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાનું છે. આ પહેલા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નેશનલ હેરાલ્ડ અખબારને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે નેશનલ હેરાલ્ડ અખબારને ગંભીર દેવાની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને અખબાર ચલાવવા માટે સખત મહેનત કરનારા કાર્યકરોને તેમનો પગાર મળતો ન હતો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ 2002 થી 2011 સુધીના દસ વર્ષમાં આ સંસ્થાને 90 કરોડ રૂપિયા આપીને દેશની ધરોહરને બચાવવાનું કામ કર્યું.

તેમણે કહ્યું કે કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે અને રાજકીય પક્ષ કોઈપણ કંપનીમાં હિસ્સો ખરીદી શકે નહીં. એટલા માટે અમે નેશનલ હેરાલ્ડ એન્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના શેર યંગ ઈન્ડિયનના નામની નોન-પ્રોફિટ કંપનીને આપ્યા, જેથી 90 કરોડનું દેવું દૂર થઈ શકે. તેમણે કહ્યું કે મોદીજી, તમે કેસ ચલાવો, કોંગ્રેસના કરોડો કાર્યકરો આમ જ જનતાનો અવાજ બુલંદ કરતા રહેશે.

અમે બેરોજગારી અને મોંઘવારી સામે સરકારને ઉજાગર કરવાનું ચાલુ રાખીશું

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે અમે મોંઘવારી, બેરોજગારી અને સરકારી સંસાધનોની લૂંટ પર તમને ખુલ્લા પાડતા રહીશું. આ કોંગ્રેસ છે અને આ આપણો ધર્મ છે. પોતાની નિષ્ફળતાઓ પર ગુસ્સે ભરાયેલી સરકારને અમે કહીશું કે અમે આ રાષ્ટ્રીય વારસાને જાળવવા માટે ગઈકાલે મક્કમ હતા, આજે છીએ અને આવતીકાલે પણ રહીશું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમે લોન આપીને દેશની ધરોહર બચાવી – સુરજેવાલા

સુરજેવાલા વધુમાં કહે છે કે મોદીજી, તમે અને તમારો ચૂંટણી પ્રબંધન વિભાગ સારી રીતે જાણે છે કે કોઈપણ કોંગ્રેસ પાર્ટી કે કોંગ્રેસના નેતાએ ક્યારેય નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયનનો એક પણ રૂપિયો લીધો નથી. 90 કરોડમાંથી 67 કરોડ કર્મચારીઓના પગાર અને વીઆરએસ માટે આપવામાં આવ્યા હતા અને બાકીની રકમ સરકારના લેણાં, વીજળી બિલ અને મકાન માટે ચૂકવવામાં આવી હતી. આ ગુનો કેવી રીતે હોઈ શકે? આ ફરજની ભાવના છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓED ઓફિસ સુધી પહોચ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પુછપરછ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાહુલ ગાંધીને કુલ 55 જેટલા પ્રશ્નો 3 તબક્કામાં પુછવામાં આવશે. કોંગ્રેસ કાર્યાલયથી ઈડી ઓફિસે જવા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ, કોંગ્રેસ મુખ્યાલયથી ED ઓફિસ સુધી ‘રાહુલ ઝુકેગા નહીં’ના પોસ્ટર સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતા. જો કે દિલ્લી પોલીસે રેલી સ્વરૂપે નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને રસ્તામાં અટકાવ્યા હતા.

Published On - 12:48 pm, Mon, 13 June 22

Next Article