AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NATIONAL : RT-PCR ટેસ્ટમાં પણ પકડાતો નથી ડબલ-ત્રિપલ મ્યૂટન્ટ, કોરોનાના લક્ષણો પણ બદલાયા, નિષ્ણાતોનો અભિપ્રાય

NATIONAL : જેટલી ઝડપથી દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે એટલી જ ઝડપથી વાયરસ પોતાનું રૂપ-સ્વરૂપ બદલી રહ્યો છે. કોરોનાના આવા જ લક્ષણોને કારણે હવે તો ટેસ્ટિંગમાં પણ આ વાયરસ પકડાતો ન હોવાનું કેટલાક નિષ્ણાંતો કહી રહ્યાં છે.

NATIONAL : RT-PCR ટેસ્ટમાં પણ પકડાતો નથી ડબલ-ત્રિપલ મ્યૂટન્ટ, કોરોનાના લક્ષણો પણ બદલાયા, નિષ્ણાતોનો અભિપ્રાય
કોરોના ટેસ્ટ (File Image)
| Updated on: Apr 24, 2021 | 12:40 PM
Share

NATIONAL : જેટલી ઝડપથી દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે એટલી જ ઝડપથી વાયરસ પોતાનું રૂપ-સ્વરૂપ બદલી રહ્યો છે. કોરોનાના આવા જ લક્ષણોને કારણે હવે તો ટેસ્ટિંગમાં પણ આ વાયરસ પકડાતો ન હોવાનું કેટલાક નિષ્ણાંતો કહી રહ્યાં છે. ખાસ કરીને હાલ દેશમાં કોરોનાની ડબલ અને ત્રિપલ મ્યૂટન્ટની વેવ ચાલી રહી છે. ત્યારે આ વાયરસના ડબલ અને ટ્રિપલ મ્યૂટન્ટ RT-PCR તપાસમાં પણ પકડાતા નથી. એક પ્રસિદ્ધ અખબારના અહેવાલ પ્રમાણે દિલ્હીના હેલ્વેટિયા મેડિકલ સેન્ટરના ડૉ. સૌર્યદીપ્ત ચંદ્રાએ જણાવ્યું છે કે કોરોના બીજા અને ત્રીજા મ્યૂટન્ટની સંરચનામાં એટલો બદલાવ અને ફેરફાર આવી ગયા છે કે RT-PCR ટેસ્ટ નવા વાયરસને ઓળખવામાં સક્ષમ નથી.

નિષ્ણાતો એવું પણ કહી રહ્યાં છેકે નવા વાયરસથી સંક્રમિત દર્દીની અંદર લક્ષણો પણ એટલા જ ઝડપથી બદલાઈ ગયાં છે. હવે કોરોના દર્દીમાં ત્વચામાં નિશાન પડવા, આંખોમાં સંક્રમણ થવું, ભ્રમની સ્થિતિ ઊભી થવી, સમજવાની શક્તિ ઓછી થવી, સાથે લાંબા સમય સુધી સ્વાદ અને સૂંઘવાની શક્તિ ઘટ જવી, ઝાડા, પેટ દર્દ, ગળામાં કફ, શરીરમાં દુખાવો અને તાવ જેવાં લક્ષણ તો જોવા મળે જ છે.

MAHARASHTRA-DELHI-BANGALમાં ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટથી પરેશાની વિશેષજ્ઞોનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં લોકો આ વેરિયેન્ટનો જ શિકાર થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, દેશમાં હવે કોરોનાનો ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટ ફેલાઈ રહ્યો છે. કોરોનાના ત્રણ અલગ અલગ સ્ટ્રેનથી નવો વેરિયેન્ટ બન્યો છે.

Covexin છે સૌથી અસરકારક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ Covexinને કોરોનાના ડબલ મ્યૂટન્ટ પર પણ અસરકારક ગણાવી છે. પોતાના અભ્યાસના આધારે ICMRએ કહ્યું હતું કે બ્રાઝિલ વેરિયેન્ટ, UK વેરિયેન્ટ અને દક્ષિણી આફ્રિકા વેરિયેન્ટ પર પણ વેક્સિન અસરકારક છે અને એની વિરુદ્ધ પણ આ પ્રોટેક્શન આપે છે.

ટ્રાયલનાં પરિણામ ઘણાં જ સારાં આવ્યાં હતાં સ્વદેશી Covexinના ટ્રાયલનાં પરિણામ ઘણાં જ સારા આવ્યાં છે. ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં અંતિમ પરિણામ મુજબ, આ વેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે. સરકારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં Covexinને ઈમર્જન્સી અપ્રૂવલ આપ્યું હતું. સરકારનો આ નિર્ણય વિશેષજ્ઞોના નિશાને હતા, કેમ કે તેઓ ફેઝ-3નાં પરિણામ જોયા વગર જ ઈમર્જન્સી અપ્રવૂલની વિરુદ્ધમાં હતા.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">