રાજ્યસભામાં એન્ટી ડોપિંગ બિલ પાસ, જાણો તેનાથી રમત અને ખેલાડીઓને શું થશે ફાયદો?

|

Aug 03, 2022 | 10:11 PM

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ, 2022 આજે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અનુરાગ ઠાકુરે રમતગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે રજૂ કરેલું પહેલું બિલ છે.

રાજ્યસભામાં એન્ટી ડોપિંગ બિલ પાસ, જાણો તેનાથી રમત અને ખેલાડીઓને શું થશે ફાયદો?
Rajya Sabha
Image Credit source: File Image

Follow us on

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ, 2021, (National Anti-Doping Bill 2021) જે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી અને રાષ્ટ્રીય ડોપિંગ પરીક્ષણ પ્રયોગશાળાની કામગીરીને કાયદેસર બનાવશે, આજે રાજ્યસભામાં (Rajya Sabha) આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. બંને ગૃહો દ્વારા બિલ પાસ થયા બાદ હવે તેમાં ડોપિંગ વિરોધી વિષય પર સંયુક્ત રાષ્ટ્રની સંધિ પણ કામ કરશે. તમને જણાવી દઈએ કે આ બિલ લોકસભા દ્વારા ગયા બુધવારે જ પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં બિલ પરની ચર્ચાના જવાબમાં કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ રમતને મદદ કરશે અને ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારશે. આ સાથે આત્મનિર્ભર ભારતને પણ તાકાત મળશે.

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ, 2022 આજે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અનુરાગ ઠાકુરે રમતગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે રજૂ કરેલું પહેલું બિલ છે. ખરડા પરની ચર્ચાના જવાબમાં રમતગમત મંત્રીએ કહ્યું કે હાલમાં ભારત વર્ષમાં માત્ર 6,000 ટેસ્ટ જ કરી શકે છે અને પ્રસ્તાવિત કાયદો પરીક્ષણ ક્ષમતાને નોંધપાત્ર રીતે વધારવામાં મદદ કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેમણે કહ્યું કે કોઈપણ મોટી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે જરૂરી પરીક્ષણોની સંખ્યા દર મહિને 10,000 જેટલી હોઈ શકે છે. ઠાકુરે ગૃહને એમ પણ કહ્યું કે ભારતમાં સ્થિત પ્રયોગશાળાઓમાં 16 દેશના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. મંત્રીએ કહ્યું કે આ બિલ પસાર થવાથી ભારત અમેરિકા, ચીન, જાપાન અને ફ્રાન્સ જેવા પસંદગીના દેશોની ક્લબમાં સામેલ થઈ જશે, જેમના રમતગમતમાં ડોપિંગની તપાસ સંબંધિત પોતાના કાયદા છે.

આ બિલથી આત્મનિર્ભર ભારતને પણ બળ મળશે

તેમણે કહ્યું કે કોઈપણ લેબોરેટરીની સ્થાપના પર 70થી 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ માટે કોઈપણ પ્રકારના પૈસાની કમી નહીં આવે. ઠાકુરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા રમતગમત અને ખેલાડીઓને પ્રાથમિકતા આપે છે. આ કાયદો લાગુ થવાથી આપણા ખેલાડીઓને ઘણો ફાયદો થશે અને ખેલાડીઓના ટેસ્ટ સેમ્પલ વિદેશમાં મોકલવા પરની નિર્ભરતા સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ બિલથી આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન મળશે.

Next Article