આજે એટલે કે 9 જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં માત્ર રાજકારણ સાથે જોડાયેલા લોકો જ હાજર ન હતા, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોએ પણ ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. તેની મેનેજર પૂજા દદલાની પણ તેની સાથે આવી પહોંચી હતી.
શાહરૂખ ઉપરાંત સાઉથ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર કહેવાતા રજનીકાંતે પણ આ ફંક્શનમાં હાજરી આપી હતી. વિક્રાંત મેસી, રાજકુમાર હિરાણી, અક્ષય કુમાર, રવિના ટંડન, અનુપમ ખેર પણ હાજર હતા. સમારોહમાંથી આ સ્ટાર્સના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. એક તસવીર સામે આવી છે, જેમાં શાહરૂખ અને અક્ષય સાથે જોવા મળી રહ્યા છે. બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.
#WATCH | Actor Shah Rukh Khan and Reliance Industries Chairman Mukesh Ambani along with his son Anant Ambani attend the oath ceremony of PM-designate Narendra Modi at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/sCcNCIZLZS
— ANI (@ANI) June 9, 2024
#WATCH | Actor Rajinikanth at the Forecourt of Rashtrapati Bhavan for the oath ceremony. pic.twitter.com/27Zp5edH1m
— ANI (@ANI) June 9, 2024
#WATCH | Actor Akshay Kumar, Navneet Kumar Sehgal, Chairman of Prasar Bharati and BJP MP-elect Dharmendra Pradhan at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/Mn4Y4Dwqsm
— ANI (@ANI) June 9, 2024
શપથ સમારોહ પહેલા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેઓ આ સમારોહમાં હાજરી આપવાના છે. તેણે લખ્યું હતું કે, ભારતના નાગરિક તરીકે, શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાની આ મારી ત્રીજી તક હશે. આ ચોક્કસપણે ખાસ છે. પરંતુ સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ત્રણેય વખત વડાપ્રધાન #SameToSame છે. આજે સાંજે ડાયલોગ પણ સેમ જ હશે! હું નરેન્દ્ર દામોદરદાસ મોદી જય હો! જય હિંદ!
શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 કલાકે યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. આ પહેલા તેઓ વર્ષ 2014 અને 2019માં ભારતના વડાપ્રધાન બન્યા હતા.
શપથ ગ્રહણ સમારોહ પહેલા ધર્મેન્દ્ર, અજય દેવગન, રાજકુમાર રાવ અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. દરેકને અભિનંદન આપતા તેઓએ કહ્યું કે, ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.
આ પણ વાંચો: PM મોદી સાથે 71 પ્રધાનોએ લીધા શપથ, 27 OBC, 10 SC, જુઓ સંપૂર્ણ લીસ્ટ