નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીને પાછળ છોડ્યા, નહેરૂથી આગળ નીકળવા હજુ આટલા દિવસ વડાપ્રધાન રહેવુ પડે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત પીએમ રહેનારા ભારત દેશના બીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે વડા પ્રધાન કાર્યાલયમાં 4 હજાર 78 દિવસ પૂર્ણ કર્યા છે. નરેન્દ્ર મોદીએ, લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવામાં દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને પાછળ છોડી દીધા છે. હવે જવાહરલાલ નહેરૂ જ નરેન્દ્ર મોદી કરતા આગળ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના નામે વધુ એક નવો રાજકીય વિક્રમ બનાવવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત પીએમ રહેનારા દેશના બીજા વડાપ્રધાન બન્યા છે. તેમણે વડા પ્રધાન કાર્યાલયમાં 4 હજાર 78 દિવસ પ્રધાનમંત્રી તરીકે પૂર્ણ કર્યા છે. તેમણે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. આ આંકડો સતત વડા પ્રધાનપદ ઉપર રહ્યાનો છે, જો કે એકંદરે જોઈએ તો ઈન્દિરા ગાંધીનો કાર્યકાળ, નરેન્દ્ર મોદીના વર્તમાન કાર્યકાળ કરતા હજુ પણ વધુ છે.
આજે શુક્રવારે નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીને પાછળ છોડીને બીજા સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકે સતત સેવા આપનારા વડા પ્રધાન બન્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે પીએમ મોદી તેમના કાર્યાલયમાં 4,078 દિવસ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાન તરીકે સતત 4,077 દિવસ પૂર્ણ કર્યા હતા. તેઓ 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી સતત 4,077 દિવસ વડા પ્રધાન રહ્યા હતા.
ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 3 લોકસભા ચૂંટણીમાં તેમના પક્ષને વિજય અપાવ્યો હતો. તેમના નામે સતત 3 વખત તેમના પક્ષને વિજય અપાવવાનો રેકોર્ડ છે. વડા પ્રધાન તરીકે, જવાહરલાલ નેહરુએ સતત 6,130 દિવસ દેશની સેવા કરી હતી. તેઓ 15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964 સુધી વડા પ્રધાન પદે હતા. નહેરૂનો કાર્યકાળ 16 વર્ષ 9 મહિના અને 12 દિવસ સુધી રહ્યો. જો કે નરેન્દ્ર મોદીએ પણ જવાહરલાલ નેહરુના એક રેકોર્ડની બરાબરી કરી છે. નરેન્દ્ર મોદીએ પણ નહેરૂની માફક સતત 3 લોકસભા ચૂંટણીમાં પણ તેમના પક્ષને વિજય અપાવ્યો છે.
નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુની બરાબરી કરી
ગુજરાતના વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદી 2014 માં દેશના વડા પ્રધાન બન્યા અને હજુ પણ વડા પ્રધાન પદ સંભાળી રહ્યા છે. તેઓ 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા છે. અધિકારીઓના મતે, તેઓ બે પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ અને એકમાત્ર બિન-કોંગ્રેસી નેતા પણ છે.
સૌથી લાંબા સમય સુધી બિન-કોંગ્રેસી વડા પ્રધાન તરીકે સેવા આપનારા
નરેન્દ્ર મોદી ભારતના એકમાત્ર એવા નેતા છે જેમણે 2002, 2007 અને 2012 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં અને પછી 2014, 2019 અને 2024 માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં એક જ પક્ષના પ્રતિનિધિ તરીકે સતત છ મોટી ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો