ભારત-પાકિસ્તાન બોર્ડર પર આકાશમાંથી અગનગોળા વરસ્યા, મિસાઈલ કે ઉલ્કાઓ? શું છે વૈજ્ઞાનિકો અને સેનાના દાવા

|

Jun 24, 2022 | 8:00 AM

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાને અડીને આવેલી ભારત-પાકિસ્તાન સરહદ (India-Pakistan Border)પર બુધવારે રાત્રે જોરદાર ધડાકા સાથે આકાશમાં પ્રકાશ જોવા મળ્યો હતો. આ ઘટના જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

ભારત-પાકિસ્તાન બોર્ડર પર આકાશમાંથી અગનગોળા વરસ્યા, મિસાઈલ કે ઉલ્કાઓ? શું છે વૈજ્ઞાનિકો અને સેનાના દાવા
Light seen in the sky (સાંકેતિક તસ્વીર)
Image Credit source: ANI

Follow us on

રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારમાં (India-Pakistan Border) બુધવારે મોડી રાત્રે આકાશમાં આગનો ગોળો દેખાયો. જેના કારણે ખૂબ જ તેજસ્વી પ્રકાશ જોવા મળ્યો (Mysterious Light in Rajasthan). તેની સાથે જોરદાર વિસ્ફોટ થયો હતો. આકાશમાં આ નજારો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, તે સ્પષ્ટ નથી થયું કે તે મિસાઈલ હતી કે ઉલ્કાવર્ષા (Meteor Shower). આ અંગે જુદી જુદી વાતો બહાર આવી રહી છે. આ અંગે વૈજ્ઞાનિકો અને સેનાના અલગ-અલગ દાવાઓ છે.ત્યારે આ રહસ્યમય ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં આ ઘટના રાજસ્થાનના ઘણા શહેરોમાં જોવા મળી હતી. ભારત-પાકિસ્તાન સરહદના ઘણા વિસ્તારોમાં આ તેજસ્વી પ્રકાશ આકાશમાં જોવા મળ્યો હતો. શ્રી ગંગાનગરના સુરતગઢ ઉપરાંત બિકાનેર, ખજુવાલા અને રાવલા સ્થળો સુધી આ રહસ્યમય ઘટના જોવા મળી હતી. આ આગનો ગોળો શું હતો? આ અંગે વિવિધ તર્ક-વિતર્કો સામે આવી રહ્યા છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકો તેને ખગોળીય ઘટના નથી માની રહ્યા. તેને ડર હતો કે તે આર્મી પ્રેક્ટિસ હશે. સાથે જ સેનાના અધિકારીઓ આ દાવાને ખોટો ગણાવી રહ્યા છે.

વૈજ્ઞાનિકે કહ્યું- ઉલ્કાઓ ન હોઈ શકે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રિપોર્ટ અનુસાર, ISRO સાથે જોડાયેલા સ્પેસ સાયન્ટિસ્ટ નરેન્દ્ર ભંડારીનું કહેવું છે કે આ ઉલ્કાઓ ન હોઈ શકે. કારણ કે ઉલ્કા પિંડ માત્ર ઉપરથી નીચે સુધી આવે છે અને તે નીચેથી ઉપર તરફ જતું હતું. તે જ સમયે, તેનો આગળનો ભાગ તૂટી રહ્યો છે, અને ઉલ્કાના શરીર ખૂબ જ ઝડપે એકસાથે નીચે પહોંચે છે. ડો.ભંડારીનું માનવું છે કે આ મિસાઈલ હોઈ શકે છે. સેનાના પ્રવક્તા કર્નલ અમિતાભ શર્માના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેના દ્વારા આકાશમાં આ પ્રકારનું દ્રશ્ય બનાવવા માટે કોઈ પ્રેક્ટિસ કરવામાં આવી નથી. આ ઉલ્કાઓનો વરસાદ છે, જે પૃથ્વી પર પડે તો આવો દેખાય છે.

અહીં આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક પ્રશાસન હજુ પણ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે. આ પહેલા 23 ડિસેમ્બર, 2020ના રોજ રાત્રે બિકાનેર-સુરતગઢ હાઈવે પર 6 ઉલ્કા તૂટવાની ઘટના જોવા મળી હતી.

Published On - 7:50 am, Fri, 24 June 22

Next Article