AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

My India My Duty: બંધારણની પ્રતિજ્ઞા માત્ર નેતાઓને જ નહિ, તમને પણ લાગુ પડે છે, આ છે તમારા કર્તવ્યો

My India My Duty: આપણા મૌલિક અધિકારોમાં આ પણ આવે છે કે આપને સાર્વજનિક સંપત્તિની સુરક્ષા કરીએએ હિંસાથી દુર રહીએ.

My India My Duty: બંધારણની પ્રતિજ્ઞા માત્ર નેતાઓને જ નહિ, તમને પણ લાગુ પડે છે, આ છે તમારા કર્તવ્યો
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 26, 2021 | 7:56 PM
Share

My India My Duty: આપણા દેશમાં અધિકારોને વાત હમેશા ચર્ચામાં રહે છે. બંધારણના આધારે વિવિધ અધિકારો નાગરિકોને પ્રાપ્ત થયા છે. અને હમેશા આ અધિકારો અંગે સરકાર, પોલીસ, પ્રશાસન પર દબાણ કરવામાં આવે છે, છાશવારે નાગરિકો ફરિયાદ કરે છે અમારા ફલાણા અધિકારનું હનન થયું છે જે અમને બંધારણે આપ્યા છે. પણ શું ક્યારેય અધિકારોની સાથે કર્તવ્યની વાત કરતા કોઈને જોયા છે, સાંભળ્યા છે? જે ગંભીરતા સાથે અધિકારોની વાત થાય છે એવી જ ગંભીરતા સાથે કર્તાવ્યોની વાત થતી નથી. બંધારણમાં અધિકાર અને કર્તવ્ય બંને એક બીજાના પૂરક છે. જ્યાં અધિકાર છે ત્યાં કર્તવ્ય પણ છે.

આપણા બંધારણ મૂજબ અધિકાર અને કર્તવ્ય આ બંને વચ્ચે અન્યોન્યાશ્રય સંબંધ છે. એટલે કે જ્યાં એક હાજર નથી ત્યા બીજાની કલ્પના પણ કરી શકાય નહિ. ક્યાં કર્તવ્ય છે ત્યાં જ અધિકારો છે. બંધારણમાં અધિકારોની સાથે કર્તવ્યો પણ જોડવામાં આવ્યા છે. આ અંગે આપણને સંપૂર્ણ જાણકરી હોવી જરૂરી છે.

આપણા મૌલિક કર્તવ્યો આપણા બંધારણમાં મૌલિક કર્તવ્યો અંગે જે વાત કરવામાં આવી છે એ મુજબ બંધારણમાં દર્શાવેલા આદર્શોનું પાલન કરવું, રાષ્ટ્રની સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાનનો આદર કરવો કર્તવ્યની શ્રેણીમાં આવે છે. આવી જ રીતે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડતાને જાળવી રાખવી અને તેમની રક્ષા કરવી એ પણ આપણા કર્તવ્યમાં જ આવે છે. દેશની રક્ષા કરવી અને આહ્વાન કરવામાં આવે ત્યારે રાષ્ટ્રની રક્ષા કરવી એ આપણું મૌલિક કર્તવ્ય છે.

આ જ રીતે ભારતના લોકોમાં સમરસતા અને સમાન બંધુત્વની ભાવનાનું નિર્માણ કરવું કે ધર્મ, ભાષા અને પ્રદેશ કે વર્ગના ભેદભાવથી રહિત હોય. સાથે જ આવી પ્રથાઓનો ત્યાગ કરવો જે સ્ત્રીઓના સમ્માનની વિરુદ્ધ હોય. આપણી સમગ્ર સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને મહત્વ આપવું અને તેનું રક્ષણ કરવું એ પણ મૌલિક કર્તવ્યની શ્રેણીમાં આવે છે.

આ જ પ્રકારે જંગલ, ઝરણા, નદી અને વન્યજીવો સહિત પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા કરવી અને પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો પણ કર્તવ્યની શ્રેણીમાં આવે છે. આપણું કર્તવ્ય એ પણ છે કે આપણે માનવતાવાદ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને જ્ઞાન વર્ધન અને સુધારાની ભાવનાઓ વિકસિત કરીએ.

આપણા મૌલિક અધિકારોમાં આ પણ આવે છે કે આપણે સાર્વજનિક સંપત્તિની સુરક્ષા કરી અને હિંસાથી દુર રહીએ. વ્યક્તિગત અને સામુહિક ગતિવિધિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે પ્રયાસ કરીએ જેથી આપણું રાષ્ટ્ર ઉચ્ચ સ્તરની ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે. આ ઉપરાંત બંધારણનાં 86માં સંશોધનમાં એક મહત્વનું કર્તવ્ય જોડવામાં આવ્યું કે 6 થી 14 વર્ષ સુધીના આપણા સંતાનોને શિક્ષણનો સમાન અવસર આપવો એ પણ આપણું મૌલિક કર્તવ્ય છે.

બંધારણનું પાલન કરવું બંધારણમાં દર્શાવવામાં આવેલા કર્તવ્યોમાં સૌથી પહેલું કર્તવ્ય છે બંધારણનું પાલન કરવું. આ મુજબ દેશના દરેક નાગરિકનું કર્તવ્ય છે કે આપણે બંધારણમાં દર્શાવવામાં આવેલી તમામ બાબતોનું પાલન કરીએ. બંધારણમાં દર્શાવેલા આદર્શોનું પાલન કરવું, રાષ્ટ્રની સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાનનો આદર કરીએ. એટલે કે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે અને રાષ્ટ્રગાન જન ગણ મન ગાવામાં આવે ત્યારે સાવધાનની સ્થિતિમાં ઉભા રહેવું. સંસદ અને વિધાનસભા દ્વારા ઘડવામાં આવેલા નિયમો-કાયદાઓનું પાલન કરવું અને કોર્ટના નિર્ણયોનું પાલન તેમજ સન્માન કરવું.

દેશની અખંડિતતા અને એકતાની જાળવણી દેશના નાગરિકોનું કર્તવ્ય છે કે દેશને એક સૂત્રમાં બાંધી રાખીએ.નાની-નાની વાતોમાં લડાઈ-ઝગડા ન કરીએ. ધર્મ, ભાષા, પ્રદેશ, સંપ્રદાય અને વર્ગભેદની સંકુચિત ભાવનાથી ઉપર ઉઠવું. ભાઈચારા અને એકતાની ભાવનાનો વિકાસ કરવો અને દેશની સંપ્રભુતાની રક્ષા કરવી.

દેશની રક્ષા કરવી દેશની રક્ષા કરવી એ દરેક નાગરિકનું કર્તવ્ય છે. આ અંગે કહેવામાં આવ્યું છે કે સેનામાં ભરતી થઈને દેશની રક્ષા કરવી. સંકટ સમએ દેશની રક્ષા કરવા માટે તમામ પ્રકારના ત્યાગ કરવા માટે તૈયાર રહેવું. દેશની શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સહયોગ આપવો. ભારતના લોકોમાં સમરસતા અને સમાન બંધુત્વની ભાવનાનું નિર્માણ કરવું કે ધર્મ, ભાષા અને પ્રદેશ કે વર્ગના ભેદભાવથી રહિત હોય. સાથે જ આવી પ્રથાઓનો ત્યાગ કરવો જે સ્ત્રીઓના સમ્માનની વિરુદ્ધ હોય. આપણી સમગ્ર સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને મહત્વ આપવું અને તેનું રક્ષણ કરવું.

પર્યાવરણની રક્ષા કરવી પ્રાકૃતિક પર્યાવરણમાં જંગલ, ઝરણા, નદી અને વન્યજીવો સહિતની રક્ષા કરવી અને પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો. છોડ, વૃક્ષ, જળ, વાયુ કો શુદ્ધ થશે તો પર્યાવરણ પણ શુદ્ધ થશે. અનાથી માનવજાતિની રક્ષા થશે. પ્રાકૃતિક સંસાધનો-સ્રોતોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તેમજ આનો આડેધડ ઉપયોગ ન કરવો.

સાર્વજનિક સંપત્તિની રક્ષા કરવી આપણે વારંવાર જોઈએ છીએ કે વિરોધના નામે સૌથી પહેલા સાર્વજનિક સંપત્તિને નિશાન બનાવવામાં આવે છે અને નુકસાન પહોચાડવામાં આવે છે. જયારે મૂળ કર્તવ્યોમાં કહેવામાં આવ્યું છે કે આપણે હર હંમેશ સાર્વજનિક સંપત્તિની રક્ષા કરવી અને હિંસાથી દુર રહેવું. જો કોઈ સાર્વજનિક સંપત્તિ જેમ કે બસ, બિલ્ડીંગ વગેરેને નુકસાન પહોચાડવાના પ્રયત્ન કરે છે તો એને રોકવા જોઈએ. આવી જ રીતે સામુહિક અને વ્યક્તિગત ગતિવિધિઓને પ્રોત્સાહન આપવું અને એમાં ભાગ લેવો જોઈએ, જેનાથી દેશનો વિકાસ થાય.

આ પણ ધ્યાનમાં રાખીએ આ જ રીતે કર્તવ્યોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ મુજબ આપણે માનવતાવાદ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને જ્ઞાન વર્ધન અને સુધારાની ભાવનાઓ વિકસિત કરીએ. કુરીતિઓ, કુરીવાજો અને ખોટી પરંપરાઓનો ત્યાગ કરીએ. સ્વસ્થ પરંપરાઓનું સ્વાગત કરી અપનાવીએ, જ્ઞાનમાં વધારો અને તેના વિકાસના પ્રયાસો કરીએ. તમામ લોકો પત્યે માનવીય દૃષ્ટિકોણ રાખીએ.

આ જ રીતે થોડાક અન્ય કર્તવ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તમામ નાગરિકોએ કાયદાનું પાલન કરવું જોઈએ. વિકાસના કામો માટે નાણાની જરૂર પડે છે, માટે વવિધ ટેક્સ લગાવવામાં આવે છે. લોકોનું કર્તવ્ય છે કે પોતનો ટેક્સ ઈમાનદારીથી ચુકવે. લોકતંત્રની મજબૂતી માટે જરૂરી છે કે લોકો કોઈ પ્રકારના લાલચ કે પ્રલોભન વગર મતદાન કરે. સાથે જ કોઈ પક્ષપાત વગર રાષ્ટ્રના હિતમાં કામ કરે, ખાસ કરીને ત્યારે જયારે તમે સાર્વજનિક પદ પર નિયુક્ત થયા હો.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">