My India My Duty: 23 વર્ષથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો ક્રમ, જાણો કોણ છે વિકાસ મનહાસ અને તેમની નેમ

|

Jan 27, 2021 | 6:47 PM

My India My Duty:  દેશમાં થયેલા યુદ્ધ  કે એન્કાઉન્ટરમાં શહીદ થયેલા વ્યકિતનું નામ આપણે થોડા  દિવસમાં ભૂલી જઇ છીએ. પરંતુ આ બધા વચ્ચે એક વ્યક્તિ એવી  પણ છે કે જે છેલ્લા 23 વર્ષથી આવા શહીદોને શ્રદ્ધાંજલિ આપીને પોતાના જીવનનો ધ્યેય પૂર્ણ કરી રહી છે.દેશમાં થયેલા યુદ્ધ  કે એન્કાઉન્ટરમાં શહીદ થયેલા વ્યકિતનું નામ આપણે થોડા  દિવસમાં ભૂલી જઇ છીએ. પરંતુ આ બધા વચ્ચે એક વ્યક્તિ એવી  પણ છે કે જે છેલ્લા 23 વર્ષથી આવા શહીદોને શ્રદ્ધાંજલિ આપીને પોતાના જીવનનો ધ્યેય પૂર્ણ કરી રહી છે. આ વ્યક્તિનું નામ છે વિકાસ મનહાસ- જે જમ્મુમાં રહે છે.

My India My Duty: 23 વર્ષથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો ક્રમ, જાણો કોણ છે વિકાસ મનહાસ અને તેમની નેમ

Follow us on

My India My Duty:  દેશમાં થયેલા યુદ્ધ  કે એન્કાઉન્ટરમાં શહીદ થયેલા વ્યકિતનું નામ આપણે થોડા  દિવસમાં ભૂલી જઇ છીએ. પરંતુ આ બધા વચ્ચે એક વ્યક્તિ એવી  પણ છે કે જે છેલ્લા 23 વર્ષથી આવા શહીદોને શ્રદ્ધાંજલિ આપીને પોતાના જીવનનો ધ્યેય પૂર્ણ કરી રહી છે. આ વ્યક્તિનું નામ છે Vikas Manhas – જે જમ્મુમાં રહે છે. તેમજ કારગિલ યુદ્ધ બાદ દરેક શહીદના ઘરે જાય છે અને શહીદના માતા પિતા અથવા પત્ની અને બાળકો સાથે મુલાકાત કરે છે. આ તેમનું એક એવું મિશન છે જે તેમને જિંદગીમાં દરરોજ એક સંતુષ્ટિનો અહેસાસ આપે છે.

1994 માં એક એન્કાઉન્ટરે બદલી જિંદગી

Vikas Manhas એ પોતાના આ મિશનની શરૂઆત કારગિલ યુદ્ધની જંગ બાદ કરી હતી. પરંતુ પાંચ વર્ષ બાદ એટલે કે 1994 ના રોજ થયેલી આ ઘટનાને તેમને નવી રાહ ચીંધી હતી. આ વર્ષે તે ઉનાળામાં વિકાસ જમ્મુ થી ભદરવાહ એક લગ્નમાં સામેલ થવા ગયા હતા. આ દાયકામાં જ્યારે જમ્મુ કાશ્મીરે આતંકવાદે માથું ઉચકવાનું શરૂ કર્યું હતું. જેના લીધે ભદરવાહમાં દરરોજ રાત્રે કર્ફ્યૂ લાગી જતો હતો. એક દિવસ સાંજે ભોજનના સમયે લોકો એકત્ર થયા અને અચાનક ગોળીબારી ચાલુ થઈ હતી. રાતભર ગોળીઓ ચાલતી રહી અને અવાજ આવતો રહ્યો અને રાત્રે સન્નાટાથી સમગ્ર ભદરવાહ ઘાટીમાં અવાજ તેજ થઈ હતી. દરેક વ્યક્તિમાં ભયમાં હતો અને કોઇની જોડે કશું ન હતું. વિકાસના જણાવ્યા અનુસાર રાત્રે કોઈ પણ સુઇ શક્યું નથી અને દરેક વ્યક્તિ ભયમાં હતા. આ રાત ભય અને અસમંજસ ભરેલી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

શહીદોના શબ નથી મોકલવામાં આવતું ઘર

તેની બાદ સવારે વિકાસ અને તેમના પરિવારને માલૂમ પડ્યું જે આર્મી પીકેટ પર જયા આઠ જવાનો તૈનાત હતા તે સ્થળે આતંકીઓએ હુમલો કર્યો હતો. શરૂઆતી ફાયરિંગમાં સાત જવાન શહીદ થયા હતા. વિકાસ તે સમયે એક વિધાર્થી હતો અને આ ઘટનાએ તેમને અંદરથી હચમચાવી નાંખ્યો હતો. એક જવાન આ આતંકીઓ વિરુદ્ધ સવાર સુધી એકલો મુકાબલો કરતો હતો. તેણે ના પોતાનો  જીવ બચાવ્યો સાથે સાથે પોતાના પીકેટની સુરક્ષા પણ કરી અને તેને લૂંટવાથી બચાવ્યો હતો. રાત વીતી ગઇ હતી પરંતુ ભય યથાવત હતો. વિકાસે જણાવ્યું કે તે સમયે શહીદોના શબોને ઘરે મોકલવાની કોઇ પ્રથા ન હતી. સૈનિક પોતાના સાથીઓનો અંતિમ સંસ્કાર કરતા હતા. શહીદોના ઘરે જો કોઇ પહોંચતુ હતું કે માત્ર રૂમાલમાં લપાટાયેલી રાખ જે અંતિમ સંસ્કાર બાદ મળતી હતી. ભદરવાહ ગામના લોકોને આ શહીદોના અંતિમ સંસ્કારની જવાબદારી સોંપવામાં આવી હતી.

એક સૈનિકના જવાબે આપી દિશા

આ દરમ્યાન વિકાસના મગજમાં એક બાબત સતત ચાલી રહી હતી. અનેકવાર શહીદના પરિવારજન દૂર હોય અને ના આવી શકે તો અંતિમ સંસ્કારમાં વાર થતી હતી. તેમજ વિકાસને  બાબત સતત સતાવી રહી હતી કે શહીદોના શબોને આખરે તેમના ઘરે કેમ મોકલવામાં આવતા નથી. તેમણે આ સવાલ ત્યાં રહેલા સૈનિકને પૂછ્યો અને સૈનિકે જવાબ આપ્યો કે આ વાત કાશ દિલ્હીમાં બેઠેલા લોકોને સમજ આવે તો સારું.

કારગીલ યુદ્ધે બદલી સ્થિતિ

આ ઘટનાના પાંચ વર્ષ બાદ દેશનું પ્રથમ યુદ્ધ જે ટીવી પર જોવા મળ્યું હતું. કારગીલના યુદ્ધના તમામ સમાચાર ટીવી પર જોવા મળતા હતા. આ દરમ્યાન દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જાહેરાત કરી કે સરકાર શહીદોના શબને તેમના ઘરે મોકલશે. આ સમાચાર યુદ્ધના સમયમાં શહીદના પરિવારને રાહત આપનારી હતી. તેમજ આ કામમાં કોઇ વિલંબ પણ નહી થાય. તેની સાથે 4 જાટ રેજીમેન્ટના શહીદ લેફ્ટનન્ટ સૌરવ કાલિયાથી આની શરૂઆત થઈ અને આગામી 50 દિવસ સુધી શહીદોના શબ તેમનાં ઘરે મોકલવામાં આવ્યા હતા.

શહીદના ઘરે  પ્રથમ મુલાકાત

6 જુલાઇ 1999ના રોજ ટાઈગર હિલ પર 18 ગ્રેનેડીયરના હવાલદાર મદનલાલ અને સાત સૈનિકો સાથે દુશ્મન પર આખરી વાર કર્યો. આઠમાંથી સાત સૈનિક શહીદ થયા હતા. જેમાં હવાલદાર મદનલાલ પણ સામેલ હતા. એક શહીદ 18, ગ્રેનેડીયર ઉદયમાન સિંહ વિકાસના ઘરેથી 15 કિલોમીટર ગામ શમનચકમાં રહેતા હતા. તે જ વર્ષે શિયાળામાં વિકાસ તેમના ઘરે પહોંચ્યા હતા. તે દિવસથી આજ દિન સુધી શહીદોના પરિજનોને મળવાનો તેમનો સિલસિલો આજે પણ યથાવત છે.  વિકાસે શહીદ ઉદયમાન સિંહ ની માતા સાથે મુલાકાત કરી હતી તેમજ તેમની સાથે ભોજન પણ લીધું હતું. તેમજ  શહીદ ઉદયમાન સિંહની માતાને ખબર પડી કે તે તેમના પુત્રના યુનિટથી નથી આવ્યો અને તે આર્મીમાં પણ નથી તો તેમને નવાઈ લાગી હતી.

500 શહીદ પરિવારો સાથે કરી મુલાકાત  

વિકાસે શરૂ કરેલા આ મિશન હજુ પણ ચાલુ છે અને તેમણે અત્યાર સુધી 500 થી વધારે શહીદ પરિવારને ઘરે જઇને તેમના કુટુંબીજનોને સાંત્વના પાઠવી છે. વિકાસ આજે પણ શહીદ  ઉદયમાન સિંહની માતા સાથે કરેલી મુલાકાત નથી ભૂલતા. તેમજ તેમણે અનેક શહીદો કેપ્ટન વિક્રમ બત્રા, લેફટન્ટ સૌરભ કાલિયા, મેજર અક્ષય ગિરિ સહિત અનેક શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.

ટેકનોલોજીએ આસાન કરી તેમની રાહ

વિકાસ એમબીએની તૈયારીઓ કરી રહ્યા હતા જ્યારે તેમણે આ મિશનની શરૂઆત કરી હતી. તેમજ તેમના પરિવારવાળાને પણ ખબર ન હતી કે શું કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના કારણે જ્યારે તેમને પોપ્યુલારીટી મળવાની શરૂઆત થઈ ત્યારે તેમને ખબર પડી હતી.  આ ઉપરાંત આજકાલ તેમને ટેકનોલોજીની મદદથી હવે શહીદોના ઘરે જવાના સરળતા રહે છે. તેમ છતાં તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં તેમનું આ મિશન અવિરત ચાલી રહ્યું છે.

દરેક સૈનિકને મળે સન્માન, વિકાસની અપીલ

વિકાસ માનહાસે દેશના લોકોને એક સંદેશ આપ્યો હતો કે ‘ આજે પણ  દેશના દુશ્મન હુમલો કરીને દેશને બરબાદ કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેમજ આજે માત્ર ઇંડિયન આર્મી અને અમારી સેનાને કારણે આપણે ઘરમાં સુરક્ષિત છીએ. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે દરેક સૈનિકને સન્માન કરીએ. જો કોઇ એક વર્ષમાં એક દિવસ નિકાળીને એક શહીદના ઘરની મુલાકાત લે એટલું પૂરતું છે.

Next Article