Himachal Pradesh : હમીરપુરના સંગીત શિક્ષકે રચ્યો ઇતિહાસ, સિતાર વગાડવામાં બનાવ્યો વિશ્વ રેકોર્ડ !

|

Aug 28, 2021 | 1:28 PM

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનાર સિતાર વાદક રાજકુમાર (Raj Kumar)હાલમાં દિલ્હી સરકારની સરકારી પ્રતિભા વિકાસ વિદ્યાલયમાં સંગીત શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે.

Himachal Pradesh : હમીરપુરના સંગીત શિક્ષકે રચ્યો ઇતિહાસ, સિતાર વગાડવામાં બનાવ્યો વિશ્વ રેકોર્ડ !
music teacher of hamirpur created history

Follow us on

Himachal Pradesh : રાજકુમાર હિમાચલ પ્રદેશના હમીરપુર (Hamirpur)જિલ્લાના રહેવાસી છે,તેમણે ગામમાં શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી  1996 માં હમીરપુરની નેતાજી સુભાષચંદ્ર બોઝ ડિગ્રી કોલેજમાંથી સંગીતનો અભ્યાસ કર્યો હતો.જો કે તે વકીલ બનવા માંગતા હતા,પરંતુ કેટલાક કારણોને લીધે તે વકીલનો અભ્યાસ ન કરી શક્યા.

તાજેતરમાં સંગીત શિક્ષક રાજકુમારે સિતાર (Sitar)વગાડવામાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 32 કલાક 34 મિનિટ સિતાર વગાડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કેરળના રાધાકૃષ્ણન મનોહરે ઓક્ટોબર 2017 માં સિતાર વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સિતારવાદક રાજકુમાર હાલમાં દિલ્હી સરકારની સરકારી પ્રતિભા વિકાસ શાળામાં સંગીત શિક્ષક (Music teacher)તરીકે સેવા આપી રહ્યા છે. રાજકુમારે 23 ઓગસ્ટે શાળા કેમ્પસમાં સવારે 8 વાગ્યે સિતાર વગાડવાનું શરૂ કર્યું હતુ, તેમને પ્રોત્સાહિત કરવા માટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia)પણ શાળાએ પહોંચ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા

કાર્યક્રમ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે “અમેઝિંગ, અકલ્પનીય, બેજોડ! , દિલ્હીની સરકારી શાળાના શિક્ષક અને સિતારવાદક રાજ કુમાર, જે સતત 30 કલાકથી વધુ સમય સુધી સતત સિતાર વગાડી રહ્યા છે, તેમણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (World Record) તોડીને નવો રેકોર્ડ પોતાના નામ કર્યો છે,ઘણા અભિનંદન, તમારી કલા અને જુસ્સાને સલામ!”

 

અભ્યાસના ખર્ચને પહોંચી વળવા પાર્ટ ટાઇમ મ્યુઝિક શો કર્યો

તમને જણાવી દઈએ કે રાજકુમારે ગામમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1996 માં નેતાજી સુભાષચંદ્ર બોઝ ડિગ્રી કોલેજમાંથી સંગીતનો અભ્યાસ કર્યો હતો. બાદમાં તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી (Delhi University) એમએ અને એમફિલ કર્યું. રાજકુમારના પિતા ભગત રામ ગામમાં દૈનિક મજૂરી કરતા હોવાથી રાજકુમારે પોતાના અભ્યાસના ખર્ચને પહોંચી વળવા દિલ્હીમાં પાર્ટ ટાઇમ મ્યુઝિક શો કર્યા હતા.

રાજકુમારને વકીલ બનવાની ઇચ્છા હતી

રાજકુમારે જણાવ્યું કે તેણે શાળાકીય અભ્યાસ બાદ હમીરપુર કોલેજમાં રાજનિતીક શાસ્ત્રમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે વકીલ બનવા માંગતા હતા. પરંતુ હમીરપુર કોલેજમાં પ્રો. ઈન્દુ પરાશરને ગીત ગાતા સાંભળીને તેણે સંગીત વિષયમાં પ્રવેશ લીધો. બાદમાં તેમણે કોલકાતામાં યોજાયેલા યુવા મહોત્સવમાં હિમાચલનું ((Himachal Pradesh)પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ઉપરાંત તેમણે ઇન્ટર કોલેજ અને ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લઈને હમીરપુર કોલેજનું નામ રોશન કર્યું. હવે હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર દેશને તેની સિદ્ધિ પર ગર્વ છે.

 

આ પણ વાંચો: આ ટ્રેનમાં મુસાફરી કરશો તો રહેશો ફાયદામાં કારણ કે IRCTC આપી રહી છે કિંમતી ગિફ્ટ, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો:  Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

Next Article