Mumbai : પીએમ મોદીને આજે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા
હવેથી દર વર્ષે દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ પર લતા મંગેશકર એવોર્ડનું (Lata Mangeshkar Award) આયોજન કરવામાં આવશે. આ સન્માન તે વ્યક્તિઓને આપવામાં આવશે, જેમણે રાષ્ટ્ર નિર્માણમાં અનુકરણીય યોગદાન આપ્યું છે.
તાજેતરમાં લતા મંગેશકરના (Lata Mangeshkar) નામે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ની (Lata Dinanath Mangeshkar Award) રચના કરવામાં આવી છે. અને તેનો પ્રથમ એવોર્ડ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) આપવામાં આવ્યો હતો. માસ્ટર દીનાનાથ મંગેશકરના 80મા સ્મૃતિ દિવસ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુંબઈના સન્મુખાનંદ હોલમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અગાઉ આ એવોર્ડ લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરના નામે હતો. જે હવેથી લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ તરીકે ઓળખાય છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, આજે તેઓ આ સન્માન સ્વીકારવા માટે મુંબઈ આવી રહ્યા છે. લતા દીદીએ હંમેશા મજબૂત સમૃદ્ધ ભારતનું સ્વપ્ન જોયું અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું હતું.
Humbled to join the 1st Lata Deenanath Mangeshkar Award ceremony. https://t.co/p7Za5tmNLd
— Narendra Modi (@narendramodi) April 24, 2022
આજે ભલે લતા મંગેશકર આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતો આજે પણ લોકોના દિલ અને રેડિયો પર જીવંત છે. લતા મંગેશકરનું અવસાન એ ભારત માટે એક અપૂર્વીય ખોટ છે જે ક્યારેય ભરાઈ ન શકે. તેમના દ્વારા ગવાયેલા ગીતો અને તેમનું વ્યક્તિત્વ હંમેશા લોકોમાં જીવંત રહેશે. તેમનું સ્થાન કોઈ લઈ શકે નહીં અને તેના જેવી બીજી કોઈ ગાયિકા ન હોઈ શકે.
આ લોકોને પણ એવોર્ડ આપવામાં આવ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અભિનેત્રી આશા પારેખ અને અભિનેતા જેકી શ્રોફને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જાણો કોને- કોને મળ્યો આ એવોર્ડ
લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી માસ્ટર દીનાનાથ એવોર્ડ – રાહુલ દેશપાંડે (ભારતીય સંગીત) માસ્ટર દીનાનાથ એવોર્ડ (વિશેષ એવોર્ડ) – આશા પારેખ (સિનેમા ક્ષેત્રે સમર્પિત સેવાઓ માટે) માસ્ટર દીનાનાથ એવોર્ડ (વિશેષ એવોર્ડ) – જેકી શ્રોફને સિનેમા પ્રત્યેની તેમની સેવાઓ બદલ માસ્ટર દીનાનાથ એવોર્ડ (આનંદમયી એવોર્ડ) – મુંબઈ ડબ્બાવાલા સંજય છાયા – નાટક માટે શ્રેષ્ઠ ડ્રામા એવોર્ડ…
Tomorrow evening, I will be in Mumbai where I will receive the 1st Lata Deenanath Mangeshkar Award. I am grateful and humbled by this honour associated with Lata Didi. She always dreamt of a strong and prosperous India and contributed to nation building.
— Narendra Modi (@narendramodi) April 23, 2022
પીએમ મોદી લતા દીદીને તેમની મોટી બહેન માનતા હતા. ગત તા. 06/02/2022ના રોજ લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ પહોંચીને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ અવારનવાર લતા મંગેશકરને તેમના ઘરે મળવા આવતા હતા.
આ પુરસ્કારની જાહેરાત કરતા, મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે જાહેરાત કરી કે તેઓ લતા મંગેશકરના સન્માન અને સ્મૃતિમાં આ વર્ષથી આ એવોર્ડ શરૂ કરી રહ્યા છે.