Bihar Panchayat Election: ચૂંટણીમાં હાર પચાવી ના શકતા, ઉમેદવારે JCB થી રસ્તો ખોદી નાખ્યો

|

Oct 14, 2021 | 9:24 PM

બિહારમાં જિલ્લા પંચાયત ચૂંટણીમાં હાર તથા ઉમેદવારે રસ્તો ખોદી નાખ્યો હતો. જેને પગલે નાગરિકોને ભારે હાલાકી થતા મુખ્યમંત્રીને કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Bihar Panchayat Election: ચૂંટણીમાં હાર પચાવી ના શકતા, ઉમેદવારે JCB થી રસ્તો ખોદી નાખ્યો
File photo

Follow us on

બિહારના (bihar) ગયા જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં (District Panchayat Election)  વિજેતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હારેલા ઉમેદવારો પોતાની હાર પચાવી શકતા નથી. હાર પચાવી ના શકતા એક મુખ્ય ઉમેદવારે જેસીબીથી રસ્તો ખોદી (Candidate Dig Road) નાખ્યો હતો. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગયા જિલ્લામાં ત્રીજા તબક્કામાં 8 ઓક્ટોબરે મોહરા, નીમચક બાથાણી અને અત્રી માટે મતદાન થયું હતું. મોહરા બ્લોકની ટેટર પંચાયતમાં મુખિયા પદ માટે 16 ઉમેદવારો ચૂંટણીમાં ઉભા હતા. જેમાંથી એકનું નામ ચારવાડા ગામનું ધીરેન્દ્ર કુમાર પણ હતું. જેનું પરિણામ 10 ઓક્ટોબરે આવ્યું હતું. જ્યારે ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યારે ધીરેન્દ્ર કુમાર 341 મત મેળવીને ખરાબ રીતે હારી ગયા. સાથે જ પૂર્વ ચીફ ચુન્નુ સિંહની પત્ની શિલ્પી સિંહ પણ ઉભા હતા. જ્યાં તેણી 1646 મતોથી ભવ્ય જીત થઇ હતી.

આ હાર પચાવી ના શકતા મુખ્ય ઉમેદવાર ધીરેન્દ્ર યાદવે સોમવારે બપોરે ચારવાડા ગામ પાસેથી પસાર થતો કાચો રસ્તો જેસીબીથી લગભગ દસ ફૂટ સુધી ખોદી નાખ્યો હતો. હવે આ કારણે અડધો ડઝન ગામોના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મળતી માહિતી મુજબ, આ જ ઉમેદવારે રોડ બનાવવા માટે જમીન આપી હતી. જે હારી ગયો હતો. તેમનું માનવું હતું કે જો લોકોને સગવડ મળશે તો તેઓ પણ મત આપશે. પરંતુ જ્યારે પંચાયત ચૂંટણીના પરિણામો આવે છે ત્યારે મુખ્ય ઉમેદવારનો પરાજય થાય છે.

જે બાદ હારેલા મુખ્ય ઉમેદવારે પોતાના ટેકેદારોને સાથે લઈને રસ્તા પર ખાડો બનાવ્યો હતો. દરમિયાન, બુધવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર રોડ મારફતે રાજગીરથી ગયા પહોંચ્યા હતા. જ્યાં ઉશ્કેરાયેલા લોકોએ મુખ્યમંત્રીના કાફલા સામે વિરોધ કર્યો હતો. તેમજ મુખ્ય ઉમેદવાર અને તેના સમર્થકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : નારાયણી નમોસ્તુતે : વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યની 18 મહિલાઓનું સન્માન, જાણો આ વિશિષ્ટ મહિલાઓ વિશે

આ પણ વાંચો :IPL 2021: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડીયામાં ધોનીની ખોટ પૂરવાની ભૂમિકા નિભાવશે, બોલીંગને બદલે ‘વિશેષ’ જવાબદારી સોંપાઇ

Next Article