મુખ્તારની પત્ની કારનામા કરવામાં તેના જેટલી જ ખતરનાક, 9 કેસ, 50 હજારનું ઈનામ ! શું પતિની અંતિમ ક્રિયામાં રહેશે હાજર?

|

Mar 29, 2024 | 10:30 AM

મુખ્તાર અંસારીની પત્ની અફશાન અંસારીના નામ પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 9 કેસ નોંધાયા છે. અત્યાર સુધી અફશાનની ધરપકડ પોલીસ માટે પડકાર બની રહી છે. મુખ્તાર જેલમાં ગયા પછી અન્સારી ગેંગ અફશાનની સૂચના પર કામ કરે છે.

મુખ્તારની પત્ની કારનામા કરવામાં તેના જેટલી જ ખતરનાક, 9 કેસ, 50 હજારનું ઈનામ ! શું પતિની અંતિમ ક્રિયામાં રહેશે હાજર?
Mukhtar Ansari wife is as dangerous as him

Follow us on

પૂર્વાંચલના દબંગ નેતા, ગેંગસ્ટર અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મુખ્તાર અંસારીએ હવે દુનિયાને અલવિદા કહી દીધુ છે. મુખ્તાર અન્સારીનું ગુરુવારે બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મુખ્તારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. મુખ્તારના મૃતદેહને ગાઝીપુરના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું મુખ્તાર અંસારીની ફરાર પત્ની જેના પર 50 હજાર રુપિયાનું ઈનામ છે તે અફશાન અંસારી અંતિમ સંસ્કારની વિધીમાં હાજરી આપશે? શું હવે અફશાન અંસારી આત્મસમર્પણ કરશે?

50,000 રૂપિયાનું ઈનામ જાહેર છે

મુખ્તાર અંસારીની પત્ની અફશાન અંસારીના નામ પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અફશાનની ધરપકડ પોલીસ માટે પડકાર બની રહી છે. અફશાન સામે 9 કેસ નોંધાયેલા છે. અફશાન યુસુફપુર મોહમ્મદબાદના દરજી મહોલ્લાની રહેવાસી છે.

બળજબરીથી જમીનની નોંધણી કરાવી હતી

મૌના દક્ષિણ તોલાના રૈની ગામ પાસે વિકાસ કન્સ્ટ્રક્શન નામની કંપની દ્વારા જમીન ખરીદી હતી, જેના પર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ કંપની પાંચ લોકોના નામે હતી, જેમાં અફશાન અન્સારીનું નામ પણ હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ જમીન અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવી હતી અને તેની બળજબરીથી નોંધણી કરાવી લેવામાં આવી હતી. આ કેસમાં અફશાન કોર્ટમાં પણ હાજર રહી ન હતી. આ પછી તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ કેસના આધારે 2022માં અફશાન વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.

ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું એ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો કેમ?
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી

અંસારીના કામ પત્ની સંભાળતી?

2005માં જ્યારે મુખ્તાર અંસારી જેલમાં ગયો હતો ત્યારે એવો દાવો કરવામાં આવે છે કે અફશાન અંસારી અંસારી ગેંગનો હવાલો સંભાળતી હતી. લગ્ન પહેલા અફશાન સામે કોઈ ફોજદારી કેસ નોંધાયો ન હતો. પરંતુ હવે ગેંગસ્ટર એક્ટ અને ખંડણી સહિતના 9 અલગ-અલગ કેસ નોંધાયા છે. મુખ્તાર જેલમાં ગયા પછી અન્સારી ગેંગ અફશાનના કહેવા પર કામ કરતી હતી. મુખ્તાર અંસારીના મોત બાદ મોહમ્મદબાદ વિસ્તારમાં ચુપકીદી છે.

મુખ્તાર અંસારીને ગાઝીપુરના કાલી બાગ સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. જ્યાં તેને દફનાવવામાં આવશે તે સ્થળ હજુ પસંદ કરવામાં આવ્યું નથી. જો કે ધારાસભ્ય મન્નુ અંસારી કબ્રસ્તાન પહોંચ્યા છે

Next Article