AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા ‘અગ્નવીર’ બની, સંરક્ષણ દળમાં જોડાઈ

આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને તેમની પુત્રી માટે ડિફેન્સ ફોર્સમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન તેણે કહ્યું હતું કે ઈશિતા તે દિવસે પરેડમાં ભાગ લેનાર દિલ્હી ડિરેક્ટોરેટની 7 ગર્લ્સ બટાલિયનની કેડેટ્સનો ભાગ હતી.

સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા 'અગ્નવીર' બની, સંરક્ષણ દળમાં જોડાઈ
MP Ravi Kishan's daughter Ishita Shukla
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:57 PM
Share

અભિનેતામાંથી રાજનેતા બનેલા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા સંરક્ષણ દળમાં જોડાઈ છે. તે ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણ દળનો ભાગ બની છે. આ યોજના ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને તેમની પુત્રી માટે ડિફેન્સ ફોર્સમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન તેણે કહ્યું હતું કે ઈશિતા તે દિવસે પરેડમાં ભાગ લેનાર દિલ્હી ડિરેક્ટોરેટની 7 ગર્લ્સ બટાલિયનની કેડેટ્સનો ભાગ હતી.

આ પણ વાંચો: Uttarpradesh Political News: રામ મંદિર નિર્માણ વચ્ચે BJPનો કિલ્લો કેમ મજબુત છે અને વિપક્ષી એકતા કેમ ટૂંકી પડે છે, આ છે કારણ

રવિ કિશને પોતાની પુત્રીની આ સિદ્ધિની પુષ્ટિ ટ્વિટર પર કરી છે. આ પહેલા તેણે ગયા વર્ષે 15 જૂને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, ‘સવારે પુત્રીએ કહ્યું કે હું અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માંગુ છું. મેં તેને કહ્યું, બેટા આગળ વધો.’

કોણ છે ઈશિતા શુક્લા?

ઈશિતા શુક્લાની વાત કરીએ તો તે હવે 21 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 10 ફેબ્રુઆરીએ જૌનપુરમાં થયો હતો. તેણે દિલ્હી યુનિવર્સિટીની રાજધાની કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઈશિતા એનસીસીમાં કેડેટ રહી ચૂકી છે. તેમને વર્ષ 2022માં NCC ADG એવોર્ડ ઑફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યો હતો. કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા તેમને શ્રેષ્ઠ કેડેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ઈશિતા શુક્લા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. ટ્રાવેલિંગ સિવાય તેને ઈન્ડોર શૂટિંગનો પણ શોખ છે. ઈશિતા કુલ ચાર ભાઈ- બહેન છે. તેમાં સૌથી મોટી તનિષ્કા શુક્લા છે. જે ઈશિતાની મોટી બહેન છે. તનિષ્કા બિઝનેસ મેનેજર અને રોકાણકાર છે. બીજા સ્થાને તેની બહેન રીવા શુક્લા છે. તે બોલીવુડ અભિનેત્રી છે. ઈશિતાને એક ભાઈ પણ છે. જેનું નામ સક્ષમ શુક્લ છે.

અગ્નિપથ યોજના શું છે?

રક્ષા મંત્રાલયે ભારતીય સેના, આર્મી, એરફોર્સ અને નેવીની ત્રણેય પાંખોમાં અનુક્રમે જવાનો, એરમેન અને નાવિકની જગ્યાઓ પર ભરતી માટે અગ્નિપથ યોજના લાવી હતી. આમાં પ્રવેશ મેળવ્યા પછી, ઉમેદવારો અગ્નિવીર તરીકે ઓળખાય છે. તેમનો કાર્યકાળ ચાર વર્ષનો છે. 17.5 વર્ષથી 21 વર્ષની વયના લોકો આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">