Moonsoon Session: શું PM કે CM કે મંત્રીઓ 30 દિવસ જેલમાં રહેશે તો પદ ગુમાવશે? સરકાર લાવી રહી છે બિલ

Moonsoon Session: જો PM-CM ને જેલ થાય અને 1 મહિનો જેલમાં રહે તો તેમને હોદ્દા પરથી રાજીનામું આપવુ પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર આ અંગે બિલ લાવવાની તૈયારીમાં છે. પહેલા આ બિલને JPC ને મોકલવામા આવ્યુ છે. 17 જુલાઈએ JPC તેને હરી ઝંડી આપે તેવી સંભાવના જોવાઈ રહી છે.

Moonsoon Session: શું PM કે CM કે મંત્રીઓ 30 દિવસ જેલમાં રહેશે તો પદ ગુમાવશે? સરકાર લાવી રહી છે બિલ
| Updated on: Jul 03, 2026 | 3:59 PM

સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ બિલ લાવવા જઈ રહી છે. જેમા PM, CM, કેન્દ્રીય મંત્રીઓ કે રાજ્યના મંત્રીઓ જો ગંભીર ગુનાના કેસમાં 30 દિવસ જેલમાં રહે છે તો તેઓ ફરી પદ પર રહી શકે નહીં. એ ચાહે પ્રધાનમંત્રી હોય, મુખ્ય મંત્રી હોય કે કેન્દ્રીય મંત્રી, જો 30 દિવસ કે તેથી વધુ જેલમાં રહ્યા તો પદ ગુમાવવુ પડશે. આ પ્રકારની જોગવાઈ કરતા બિલને અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યુ હતુ. પરંતુ વિપક્ષે આ બિલનો ભરપૂર વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા, બિલની કોપીઓ સુદ્ધા ફાડી નાખી અને અંતે હંગામાની ભેટ ચડી ગયુ. હવે જ્યારે 20 જૂલાઈ આસપાસ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે ત્યારે સરકારે આ બિલને JPC ને વિચારણા માટે મોકલી આપ્યુ છે અને સંભાવના છે કે 17 જૂલાઈએ JPC આ બિલને લીલી ઝંડી આપી શકે છે.

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગત વર્ષે ઓગસ્ટમાં રજૂ કરવામાં આવેલા આ બિલનો આશય PM- CM કે મંત્રીઓને તેમના પદ પરથી હટાવવાનો છે. જેમા 5 વર્ષ કે તેનાથી વધુ સજાના કેસમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓની ધરપકડ કરાય છે અને સતત 30 દિવસ જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવામાં આવે છે. આ બિલનો આશય રાજનીતિને અપરાધ મુક્ત કરવાનો અને બંધારણીય નૈતિક્તાને જાળવી રાખવાનો છે.

એ સમયે વિપક્ષે એવી દલીલ આપી હતી કે સરકાર વિપક્ષી પાર્ટી મુખ્યમંત્રી, મંત્રીઓને આરોપી બનાવીને પદ છીનવવાના પ્રયાસ રૂપે આવી બિલ લાવી રહી છે. આ તકે વિપક્ષી સાંસદોએ બિલની કોપી ફાડીને ગૃહમંત્રી અમિત શાહ તરફ ફેંકી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

જો કે ગૃહમંત્રી અમિત શાહે એ સમયે બિલના બચાવમાં કહ્યુ હતુ કે મે પણ મંત્રીપદેથી રાજીનામુ આપ્યુ અને આરોપોમાંથી મુક્ત થયા પછી જ પદ સ્વીકાર્યુ હતુ.

ભ્રષ્ટાચાર નિરોધી બિલ ની તપાસ કરી રહેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (સંયુક્ત સંસદીય સમિતિ) 17 જુલાઈએ તેના રિપોર્ટમાં ફેરફાર સાથે મંજૂરી આપી શકે છે. જેમા કેન્દ્ર સરકાર સંસદના મોનસુન સત્રમાં રજૂ કરી શકે છે. આ બિલમાં ગંભીર ગુનાહિત આરોપોમાં 30 સુધીની જેલમાં રહેલા મંત્રી, પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીને તેના પદ પરથી હટાવવાની જોગવાઈ છે.

20 જુલાઈએ શરૂ થઈ રહ્યુ છે મોનસુન સત્ર

રિપોર્ટ મંજૂર થયા બાદ કેન્દ્ર સરકાર બિલને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મંજૂરી માટે મુક્તા પહેલા પેનલની ભલામણો પર વિચાર કરશે. ત્યારબાદ તેને સંસદના મોનસુન સેશનમાં ચર્ચા માટે અને પાસ કરાવવા માટે રજૂ કરવામાં આવશે.સંસદનું આ સત્ર 20 જુલાઈથી શરૂ થવાની સંભાવના છે.

બિલના ગેર ઉપયોગને રોકવા માટે ભલામણો

પ્રસ્તાવિત કાયદા અંતર્ગત રાષ્ટ્રપતિ કે રાજ્યપાસ ક્રમશ: PM કે CM નની સલાહ પર તેમને હટાવવાનો આદેશ આપી શકે છે. અથવા ધરપકડના 31માં દિવસે આ કાર્યવાહી આપોઆપ લાગુ થઈ શકે છે. સૂત્રોનું કહેવુ છે કે JPC બિલની મુખ્ય જોગવાઈને જાળવી રાખશે પરંતુ ગેરઉપયોગને રોકવા માટે સુરક્ષા ઉપાયોની ભલામણો પણ કરી શકે છે.

વિપક્ષ કરી રહ્યો છે બિલનો વિરોધ

જો કે વિપક્ષ સંવિધાન (130 મો સંશોધન) બિલ નો સખ્ત વિરોધ કરી રહ્યો છે અને આરોપ લગાવી રહ્યો છે કે તેનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારોને નિશાન બનાવવાનો છે. એવામાં એ જોવુ વધુ મહત્વપૂર્ણ થશે કે શું કેન્દ્રમાં BJP ના નેતૃત્વવાળી NDA સરકાર પ્રસ્તાવિત કાયદો પાસ કરાવવા માટે સંસદ, ખાસકરીને લોકસભામાં 2/3 બહુમતી મેળવી શકે છે કે નહીં.

JPC એ બિલ અંગેની પ્રતિક્રિયા માટે વિપક્ષ દળોની સાંસદોનો સંપર્ક કર્ય છે. જેમા CPI ના ડી રાજા એ બિલના પ્રસ્તાવોને રાજકીય દુરુપયોગ અને સત્તાનો મનસ્વી રીતે ઉપયોગ પ્રત્યે સંવેદનશીલ ગણાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બિલ એવી સ્થિતિ પેદા કરી શકે છે જેમા કાર્યકારી અધિકારી અદાલતો દ્વારા દોષી ઠરાવ્યા વિના ચૂંટેલી સરકારોને અસ્થિર કરી શકે. ઓવૈસી નો તર્ક છે કે આપરાધિક કાનુનમાં એવી જોગવાઈ છે જેમા પોલીસ 30 દિવસ સુધીની કસ્ટડીની માગ કરી શકે છે. જેનાથી પદ પર રહેલા કોઈ નેતાનું પદ છીનવવાનું નક્કી થઈ જાય છે.

સનાતન પરંપરામાં 16 સંસ્કારો પૈકીનું પવિત્ર બંધન છે લગ્ન, હિંદુ ધર્મમાં સપ્તપદીના ફેરા વિનાના લગ્નને માન્ય ગણી શકાય નહીં- ગુજરાત હાઈકોર્ટ

 

Follow Us