Monsoon 2023 : ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસુ? ચોમાસાને લઈને નવું અપડેટ, જાણો આ વખતે ચોમાસામાં કેટલો પડશે વરસાદ, જુઓ Video
ચોમાસાની સિઝનમાં અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે અને તેની અસર સિઝનના બીજા ભાગમાં જોવા મળી શકે છે.
Monsoon forecast : હવામાન વિભાગે ફરી એકવાર દેશમાં ચોમાસાને લઈને નવું અપડેટ જાહેર કર્યું છે. IMDનું અપડેટ સામાન્ય લોકો અને ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે અને અલ નીનોની સ્થિતિ હોવા છતાં ચોમાસા પર તેની વધારે અસર નહીં થાય.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક ડૉ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાની અપેક્ષા છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે અને તેની અસર બીજા ભાગમાં જોવા મળી શકે છે.
Normal monsoon is expected this year, says Dr Mrutyunjay Mohapatra, Director General of Meteorology, India Meteorological Department (IMD). pic.twitter.com/AmrNZPEXAB
— ANI (@ANI) April 11, 2023
તેમણે કહ્યું હતું કે તમામ અલ નીનો વર્ષ ચોમાસાના નબળુ વર્ષ નથી. તેથી આ વખતે પણ ચોમાસા સાથે અલ નીનોનો સીધો સંબંધ નહીં હોય અને સામાન્ય વરસાદ પડશે.
ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસુ?
ચોમાસાનો પ્રથમ તબક્કો ખૂબ સારો રહેશે. ગુજરાતમાં જુલાઈથી ઓગસ્ટ સુધીમાં ખુબ સારું ચોમાસુ રહેશે. આ સમયગાળા દરમિયાન સારો અને વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.
ચોમાસા પર અલ નીનોની અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની સિઝનમાં અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે અને તેની અસર સિઝનના બીજા ભાગમાં જોવા મળી શકે છે.
El Nino conditions are likely to develop during the monsoon season and its impact may be seen during the second half of the season: Dr Mrutyunjay Mohapatra, Director General of Meteorology, India Meteorological Department pic.twitter.com/Kg4KdgDNq2
— ANI (@ANI) April 11, 2023
ચોમાસુ 96 ટકા રહેશે
હવામાન વિભાગની માહિતી અનુસાર, ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સીઝન (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળશે. આ વખતે ચોમાસું 96 ટકા (5 ટકાના ભૂલ માર્જિન સાથે) રહેશે અને દેશમાં 87 સે.મી.ના લાંબા ગાળાનો વરસાદ પડશે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…