Monkeypox: આંધ્રપ્રદેશના ગુંટુરમાં 8 વર્ષના છોકરામાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

|

Jul 31, 2022 | 1:01 PM

દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના (Monkeypox) 4 દર્દીઓની પુષ્ટિ થઈ છે. તેમાંથી કેરળમાં 3 દર્દીઓની ઓળખ કરવામાં આવી છે, રાજધાની દિલ્હીમાં 1 દર્દીની ઓળખ કરવામાં આવી છે.

Monkeypox: આંધ્રપ્રદેશના ગુંટુરમાં 8 વર્ષના છોકરામાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
Monkeypox
Image Credit source: Social Media

Follow us on

દેશમાં મંકીપોક્સના કેસ (Monkeypox Case) સતત વધી રહ્યા છે. આ દરમિયાન આવા ઘણા શંકાસ્પદ દર્દીઓ પણ સામે આવ્યા છે જેમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. આવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશના (Andhra Pradesh) ગુંટુરથી સામે આવ્યો છે, જ્યાં 8 વર્ષના બાળકમાં મંકીપોક્સના ચેપના લક્ષણો જોવા મળ્યા છે. બાળકને સરકારી જનરલ હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. જિલ્લા તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. સૌમ્યા ખાને કહ્યું, આ મંકીપોક્સનો શંકાસ્પદ કેસ છે. પુષ્ટિ માટે, અમે નમૂના એકત્રિત કર્યા છે અને તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે અને સિકંદરાબાદની ગાંધી હોસ્પિટલમાં મોકલ્યા છે.

જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી બંને લેબમાંથી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ આવ્યો નથી. જીજીએચ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે રિપોર્ટ જોયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, શંકાસ્પદ ચેપગ્રસ્ત બાળકને મંકીપોક્સ માટેના વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર બાળક ઓડિશાનો રહેવાસી છે, જે થોડા દિવસ પહેલા આંધ્રપ્રદેશ આવ્યો હતો. રાજ્યમાં આવ્યાના એક સપ્તાહ બાદ તેમનામાં લક્ષણો જોવા મળ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં 4 મંકીપોક્સના દર્દીઓની પુષ્ટિ

દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 4 દર્દીઓની પુષ્ટિ થઈ છે. તેમાંથી કેરળમાં 3 દર્દીઓની ઓળખ કરવામાં આવી છે, રાજધાની દિલ્હીમાં 1 દર્દીની ઓળખ કરવામાં આવી છે. વધતી સંખ્યાએ સરકારની ચિંતા વધારી દીધી છે. વિશ્વભરમાં મંકીપોક્સના વધતા જતા કેસોને લઈને સરકાર પણ ચિંતામાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પુષ્ટિ કરી છે કે મંકીપોક્સ 78 દેશોમાં ફેલાયું છે, જેમાં અત્યાર સુધીમાં 18,000 થી વધુ દર્દીઓની પુષ્ટિ થઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગભરાવાની જરૂર નથી

નીતિ આયોગના આરોગ્ય વિભાગના સભ્ય ડૉ. વીકે પૉલે જણાવ્યું હતું કે સરકાર વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી અને બધું નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે માત્ર એટલું જ જરૂરી છે કે જેને પણ તેના લક્ષણો દેખાય, તેણે તરત જ તેના વિશે ડૉક્ટરને જાણ કરવી જોઈએ અને ટેસ્ટ કરાવવો જોઈએ.

મંકીપોક્સનો ચેપ છેલ્લા કેટલાક દિવસોમાં 75થી વધુ દેશોમાં પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પુષ્ટિ કરી છે કે 20 હજારથી વધુ લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. જેમાં ભારતમાં પણ ચાર લોકો સંક્રમિત હતા. મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિ ભારતમાં 13 જુલાઈના રોજ કેરળમાંથી મળી આવ્યો હતો. જેમને 14 જુલાઈના રોજ સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. આ દરમિયાન, સારા સમાચાર આવ્યા છે કે મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિ હવે સ્વસ્થ થયો છે. જેમને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Published On - 1:00 pm, Sun, 31 July 22

Next Article