ભાગવતે મદરેસાના બાળકોને પૂછ્યું- માત્ર ધર્મના અભ્યાસથી કેવી રીતે બનાશે ડોક્ટર-એન્જિનિયર ?

|

Sep 23, 2022 | 7:03 AM

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવત ટૂંક સમયમાં કાશ્મીરના મુસ્લિમ નેતાઓ (Muslim leader of Kashmir) સાથે બેઠક યોજશે. આરએસએસ વડા મુસ્લિમ બૌદ્ધિકો સાથે સતત ચર્ચાઓ કરી રહ્યાં છે. બેઠક બાદ બુદ્ધિજીવીઓ વિવિધ સંસ્થાઓ સાથે વાત કરી રહ્યા છે.

ભાગવતે મદરેસાના બાળકોને પૂછ્યું- માત્ર ધર્મના અભ્યાસથી કેવી રીતે બનાશે ડોક્ટર-એન્જિનિયર ?
RSS chief Mohan Bhagwat

Follow us on

ધાર્મિક-સામુદાયિક સંવાદિતાના અભિયાનના ભાગરૂપે ગુરુવારે મસ્જિદ અને મદરેસાની મુલાકાત લેનારા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત (Mohan Bhagwat) શિક્ષકની ભૂમિકામાં દેખાયા હતા. તેમણે દિલ્લીના આઝાદપુરમાં મદરેસા (madrasa) તાજવેદુલ કુરાનમાં એક કલાકથી વધુ સમય સુધી બાળકો સાથે સંવાદ કર્યો હતો. મદરેસાના બાળકોને આધુનિક શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતુ. આ દરમિયાન સ્વાતંત્ર્ય સંગ્રામ અને બલિદાન આપનાર વ્યક્તિત્વની પણ ચર્ચા કરી હતી. રાષ્ટ્ર પ્રેમની ચર્ચા કરતી વખતે બાળકોને જયહિંદના નારા પણ લગાવ્યા હતા.

સંઘ પ્રમુખે બાળકોને પૂછ્યું કે તેઓ મદરેસામાં શું ભણે છે. આ પછી, બાળકોને તેમની ભાવિ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. મોટાભાગના બાળકોએ મદરેસામાં ઓછું શિક્ષણ મેળવવાની વાત કરી હતી. જોકે, મોટાભાગના બાળકોએ પણ ડોક્ટર-એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના પર સંઘના વડાએ પૂછ્યું કે માત્ર ધર્મનો અભ્યાસ કરીને કોઈ ડૉક્ટર-એન્જિનિયર કેવી રીતે બની શકે? તેમણે બાળકોને કોમ્પ્યુટર શીખવાની સલાહ આપી હતી.

સંસ્કૃતિનું મહત્વ

સંઘ પ્રમુખે બાળકોને આધુનિક શિક્ષણ, દેશ અને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવ્યું હતું. બાળકોને કહ્યું કે ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે આધુનિક શિક્ષણ મેળવવું પડશે. આધુનિક શિક્ષણ વિના સારી કારકિર્દી બનાવવી શક્ય નથી. આ દરમિયાન ભાગવતે સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ ઉપર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે બાળકોએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બલિદાન આપનારાઓના જીવન વિશે જાણવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

દેશની સ્થિતિ વિશે ચિંતિત

મુસ્લિમ પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં સંઘ પ્રમુખે દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તે વિસંવાદિતાના વાતાવરણથી ખુશ નથી. સહયોગ અને એકતાથી જ દેશ આગળ વધી શકે છે. તેમણે ગાયની કતલ, જેહાદ અને કાફિર જેવા શબ્દોના ઉપયોગને હિન્દુઓને પરેશાન કરતા ગણાવ્યા.

કાશ્મીરમાં મુસ્લિમ અગ્રણીઓ સાથે યોજાશે બેઠક

સંઘ પ્રમુખ ભાગવત ટૂંક સમયમાં કાશ્મીરના મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરશે. આરએસએસ વડા મુસ્લિમ બૌદ્ધિકો સાથે સતત ચર્ચામાં છે. બેઠક બાદ બુદ્ધિજીવીઓ વિવિધ સંસ્થાઓ સાથે વાત કરી રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી, નજીબ જંગ, શાહિદ સિદ્દીકી, ભૂતપૂર્વ MMU વાઇસ ચાન્સેલર ઝમીરુદ્દીન શાહ અને ઉદ્યોગપતિ સઈદ શેરવાનીએ 22 ઓગસ્ટના રોજ સંઘના વડાની પ્રથમ બેઠકમાં હાજરી આપી હતી. ગયા વર્ષે પણ તેઓ મુસ્લિમ પ્રતિનિધિમંડળને મળ્યા હતા.

Next Article