
દેશમાં આખરે જાતિગત વસ્તી ગણતરીનો માર્ગ મોકળો થયો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે(30.04.2025) મળેલી કેબિનેટમાં જાતિગત જનગણના કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઝાદી બાદ દેશમાં પ્રથમવાર તમામ જાતિઓની ગણતરીનું કામ હાથ ધરાશે. જાતિગત જનગણનાથી જોડાયેલા મામલામાં માત્ર હિંદુ ધર્મની પેટા જાતિઓનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જ્યારે અન્ય ધર્મનો કોઈ ઉલ્લેખ નથી એવામાં હવે સવાલ એ ઉઠે છે કે શું મોદી સરકાર માત્ર હિંદિઓની જાતિઓની ગણતરી કરશે કે મુસ્લિમોમાં આવતી વિવિધ પેટાજાતિઓનો પણ ડેટા મેળવશે? આઝાદી બાદ ભારતે જ્યારે વર્ષ 1951માં પહેલી જનગણના કરી તો માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે જોડાયેલા લોકોને જાતિના નામ પર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લઘુમતી સમુદાયના આંકડા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારત સરકારે એક નીતિગત નિર્ણય અંતર્ગત જાતિ આધારીત વસ્તી ગણતરીથી કિનારો કર્યો હતો. પરંતુ સમયની સાથે માગ ઉઠવા લાગી. પરિસ્થિતિ ત્યારે વધુ બદલાઈ જ્યારે 80ના દાયકામાં અનેક ક્ષેત્રિય રાજનીતિ દળોનો રાજકીય ઉદય થયો અને તેમની રાજનીતિ સંપૂર્ણ...