સિનિયર સિટીઝન્સને મોદી સરકારની મોટી ભેટ, વિમાની ભાડા પર મળશે 50% ડિસ્કાઉન્ટ
કોરોના મહામારીમાં લોકો ફ્લાઇટ્સની મુસાફરી ટાળી રહ્યા છે. જો કે ફ્લાઇટ્સની મુસાફરી મોંઘી પણ પડે છે, પરંતુ હવે એર ઇન્ડિયાએ વિમાની ભાડાના મામલે સિનિયર સિટીઝન્સને એક મોટી રાહત આપી છે. એર ઇન્ડિયામાં હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ ખરીદી પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ મુજબ દેશમાં […]
કોરોના મહામારીમાં લોકો ફ્લાઇટ્સની મુસાફરી ટાળી રહ્યા છે. જો કે ફ્લાઇટ્સની મુસાફરી મોંઘી પણ પડે છે, પરંતુ હવે એર ઇન્ડિયાએ વિમાની ભાડાના મામલે સિનિયર સિટીઝન્સને એક મોટી રાહત આપી છે. એર ઇન્ડિયામાં હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ ખરીદી પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ મુજબ દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને એર ઇન્ડિયા અડધી કિંમતે ટિકિટ વેચશે. જો કે 50 ટકા ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવવા માટે એર ઇન્ડિયાએ કેટલીક શરતો પણ રાખી છે.
ડિસ્કાઉન્ટ માટેની શરતો 1. યાત્રા કરનારો ભારતનો નાગરિક હોવો જોઇએ 2. વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઇએ 3. ઉંમરનો પુરાવો હોય તેવુ કાયદેસર આઇડી પ્રુફ જરૂરી 4. ઇકોનોમી શ્રેણીમાં બુકિંગ પર મૂળ ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટ 5. ફ્લાઇટ ડિપાર્ટરના ત્રણ દિવસ પહેલા ટિકિટ ખરીદી હોવી જોઇએ 6. બાળકો માટે કોઇ ડિસ્કાઉન્ટ નહીં હોય