વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મિથુન રાશિ જાતક કોંગ્રેસનાં સોનિયા ગાંધીનું કેવુ છે ભવિષ્ય ?
વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મિથુન રાશિ જાતક કોંગ્રેસનાં સોનિયા ગાંધીનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. સોનિયા ગાંધી હરીફ અને વિરોધીઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પરેશાન કરી શકે છે. કાનૂની લડાઇઓ સોનિયા ગાંધીના વિરોધમાં રહેશે. નામ,ખ્યાતિ અને નાણાકીય બાબતોમાં માણેલા સફળતાના આનંદના […]

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મિથુન રાશિ જાતક કોંગ્રેસનાં સોનિયા ગાંધીનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

સોનિયા ગાંધી

હરીફ અને વિરોધીઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પરેશાન કરી શકે છે. કાનૂની લડાઇઓ સોનિયા ગાંધીના વિરોધમાં રહેશે. નામ,ખ્યાતિ અને નાણાકીય બાબતોમાં માણેલા સફળતાના આનંદના વળતાં પાણી થશે. સોનિયા ગાંધી ધાર્મિક સાથળોની મુલાકાત લેશે અને લોકોની મદદ લેશે. જોકે તેમ સોનિયા ગાંધીના પ્રયત્નોને આંશિક સફળતા મળશે. આગામી સમયગાળામાં તેમની સામે કાર્યક્ષેત્રમાં સ્પર્ધા દ્વાર સર્જાતાં દબાણને કારણે કારકિર્દીમાં અડચણો આવે.

પરિસ્થિતિઓને સાંભળવાનું વધુ મુશ્કેલ બની શકે છે. વાણીમાં સૈયમ રાખવો પડશે અન્યથા તેમના મુખેથી ઉચ્ચારાયેલા શબ્દો હરિફને ભારે ફાયદો કરવી શકે છે. બીમારીનો આકારો માર પણ સહેવાની નોબત આવે. શક્ય હોય ત્યાં સુધી, અનિચ્છનીય મુસાફરીઓ ઘટાડવી જોઈએ. તેમણે કેટલાક અણધાર્યા દુ:ખ અને પાયા વગરના આરોપોનો સામનો કરવો પડી શકે છે. સોનિયા ગાંધીની આસપાસના લોકો ચારકોરથી સંકટથી ઘેરાયેલા સોનિયા ગાંધીને ખુશ કરવાનો પ્રયત્ન કરશે. સોનિયા ગાંધીને આરામની વિશેષ જરૂર રહેશે. મુશ્કેલ પરિષથીતીને શાંત અને બુદ્ધિપૂર્વક હૅન્ડલ કરવાનો પ્રયાસ કરવો પડશે, કારણ કે આ સમયગાળામાં સોનિયા ગાંધીને દોડધામ ચોક્કસપણે મદદ કરશે નહીં.