મોદી-આબેની દોસ્તી વર્ષો જૂની, ભારતમાં મોદીનોમિક્સ અને જાપાનમાં એબેનોમિક્સ ફેમસ થયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વચ્ચે ગાઢ મિત્રતા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાથી જ આ મિત્રતા છે. ત્યારથી, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2014 પહેલા પણ જાપાને ગુજરાતમાં ઘણું રોકાણ કર્યું છે.

શુક્રવારે સવારે જાપાનથી એક સમાચાર આવ્યા કે, જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને (Shinzo Abe) ગોળી મારી દેવામાં આવી હતી. પીએમ મોદીએ (Narendra Modi) ટ્વિટ કર્યું- ઓ મારા પ્રિય મિત્ર આબે શિન્ઝો. આ સંબોધનની સાથે તેમણે લખ્યું છે કે, મારી પ્રાર્થના શિન્ઝો આબે, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે. શુક્રવારે સવારે એક ચૂંટણી મીટિંગ દરમિયાન, એક હુમલાખોરે શિન્ઝો આબે પર ગોળીબાર કર્યો હતો જેમાં તેમનું નિધન થયું છે. પીએમ મોદી સહિત લાખો ભારતીયો હાલમાં શિન્ઝો આબે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેની પાછળનું કારણ શિન્ઝો આબેના ભારત સાથેના ખાસ સંબંધો છે. શિન્ઝો આબે 1957માં ભારતની મુલાકાત લેનાર પ્રથમ જાપાની વડાપ્રધાન નોબુસુકે કિશીના પૌત્ર છે.
પીએમ મોદી અને ગુજરાત સાથે ખાસ સંબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વચ્ચે ગાઢ મિત્રતા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાથી જ આ મિત્રતા છે. ત્યારથી, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2014 પહેલા પણ જાપાને ગુજરાતમાં ઘણું રોકાણ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જાપાનની 15 થી 18 મોટી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જે દેશમાંથી પોતાના વિદેશ પ્રવાસની શરૂઆત કરી હતી તે પ્રથમ દેશ જાપાન હતો. શિન્ઝો આબેએ જાપાનમાં પીએમ મોદીનું ખૂબ સ્વાગત કર્યું. ત્યારબાદ 2018માં પણ જ્યારે પીએમ મોદી જાપાન ગયા ત્યારે બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થયા. ઘણા રોકાણકારો જાપાનથી ભારતમાં આવ્યા હતા.
ભારતમાં પણ બંને નેતાઓ જ્યારે મળ્યા ત્યારે ખૂબ જ ઉષ્મા સાથે મળ્યા હતા. પીએમ મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીમાં બંને વચ્ચેની મુલાકાતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતની મુલાકાતે આવેલા શિન્ઝોને પીએમ મોદી બનારસ લઈ ગયા, જ્યાં દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી જોઈને આબે મંત્રમુગ્ધ થઈ ગયા. શિન્ઝો આબેને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા પ્રત્યે ખૂબ લગાવ છે. જતા સમયે પીએમ મોદીએ તેમને ભગવદ ગીતા ભેંટમાં આપી હતી.
અહીં મોદીનોમિક્સ પ્રખ્યાત અને ત્યાં એબેનોમિક્સ
ભારતના અર્થતંત્રમાં પીએમ મોદી અને જાપાનની અર્થવ્યવસ્થામાં શિન્ઝો આબેએ મહત્વની ભૂમિકા ભજવી છે. વિદેશી મૂડીરોકાણ અને વડાપ્રધાન મોદીની દૂરગામી આર્થિક નીતિઓને લઈને જે રીતે વિવિધ દેશો સાથેના સંબંધો મોદીનોમિક્સ તરીકે ઓળખાય છે, એવું જ કંઈક શિન્ઝો આબેનું પણ છે. જાપાનના વડાપ્રધાન તરીકે આબેએ આર્થિક સુધારા માટે અસરકારક નીતિઓ પણ બનાવી હતી.
જાપાનમાં આર્થિક સુધારાઓ લાગુ કરવા માટેના તેમના કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. મોદીનોમિક્સની જેમ, જાપાનમાં શિન્ઝો આબેની નીતિઓ અને વિચારસરણીને એબેનોમિક્સ નામ આપવામાં આવ્યું હતું. પીએમ મોદીના મોદીનોમિક્સ અને શિન્ઝો આબેના એબેનોમિક્સની ખૂબ ચર્ચા થઈ છે.