AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP પાર્ટીના ભાજપના ગુંડા શબ્દ પ્રયોગ પર MLA વર્માએ ‘આપ’ ના બે ધારાસભ્ય સામે FIR નોંધાવી

ભાજપના ધારાસભ્ય અભય વર્માએ આરોપ લગાવ્યો છે કે AAP ધારાસભ્યો રાખી બિરલા અને કુલદીપ કુમારે તેમની છબી ખરાબ કરવા માટે તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. પોલીસ કેસ કર્યા બાદ ધારાસભ્યએ ટ્વિટર પર પણ પ્રહાર કર્યો હતો.

AAP પાર્ટીના ભાજપના ગુંડા શબ્દ પ્રયોગ પર MLA વર્માએ 'આપ' ના બે ધારાસભ્ય સામે FIR નોંધાવી
MLA Verma lodges FIR against two AAP MLAs
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 9:37 AM
Share

પૂર્વ દિલ્હીમાં સફાઈ કામદાર સાથે મારપીટના કેસમાં ભાજપના ધારાસભ્ય અભય વર્માના નજીકના સાથીઓના નામ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ આ મામલે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો રાખી બિરલા અને કુલદીપ કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. આરોપ છે કે તેમની છબીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ‘ભાજપના ગુંડાઓએ સફાઈ કામદાર પર હુમલો કર્યો હતો.

હાલમાં દિલ્હી પોલીસે ધારાસભ્યની ફરિયાદ પર પણ કેસ નોંધ્યો છે. પોલીસને કરેલી ફરિયાદમાં ભાજપના ધારાસભ્ય અભય વર્માએ આરોપ લગાવ્યો છે કે AAP ધારાસભ્યો રાખી બિરલા અને કુલદીપ કુમારે તેમની છબી ખરાબ કરવા માટે તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. પોલીસ કેસ કર્યા બાદ ધારાસભ્યએ ટ્વિટર પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીમાં ગેરકાયદે ખંડણી અને દારૂ માફિયા સામે તેમની લડાઈ આગળ પણ ચાલુ રહેશે.

જણાવી દઈએ કે ગુરુવારે પૂર્વ દિલ્હી વિસ્તારમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારો સાથે ઝઘડો થયો હતો. આ અંગે સફાઈ કામદારોએ પોલીસમાં નામાંકિત ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) અમૃતા ગુગુલોથે જણાવ્યું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, જાહેર કામમાં અવરોધ, સરકારી કર્મચારી પર હુમલો કરવા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

MCDએ સફાઈ કામદારો સાથે મારપીટના મામલામાં ડેપ્યુટી પોલીસ કમિશનર (પૂર્વ)ને પત્ર લખ્યો છે. આમાં, એમસીડીએ પોલીસને આ કેસમાં શારીરિક ઉત્પીડન, ધાકધમકી અને જાહેર અપમાનની કલમો વધારવા વિનંતી કરી છે. MCD એ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આરોપીએ સ્વચ્છતા કર્મચારીઓને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને તેમની જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. હાલમાં પોલીસે એમસીડી લેટરને પણ તપાસમાં સામેલ કર્યો છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">