Knowledge: લોહીની સાથે પ્લાસ્ટિકના કણો પણ હોય છે માનવ શરીરમાં, વાંચો કેવી રીતે મળી માહિતી

|

Mar 29, 2022 | 3:29 PM

Microplastics found in human blood: વિશ્વભરમાં માઈક્રોપ્લાસ્ટિક્સનું પ્રદૂષણ વધી રહ્યું છે. હવે તેની પહોંચ માત્ર સમુદ્રના ઊંડાણમાં જ નથી, પરંતુ માનવીના લોહીમાં પણ છે. જાણો કેવી રીતે ખબર પડી...

Knowledge: લોહીની સાથે પ્લાસ્ટિકના કણો પણ હોય છે માનવ શરીરમાં, વાંચો કેવી રીતે મળી માહિતી
microplastics found in human blood for first time

Follow us on

વિશ્વભરમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ (Micro Plastic Pollution) વધી રહ્યું છે. હવે તેની પહોંચ માત્ર સમુદ્રના ઊંડાણમાં જ નથી, પરંતુ માનવીના લોહીમાં પણ છે. પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો માનવ રક્તમાં ભળે છે અને શરીરમાં પરિભ્રમણ કરે છે. આ પહેલીવાર સામે આવ્યું છે. ધ એમ્સ્ટર્ડમ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના (The Amsterdam University Medical Center) સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં આ દાવો કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે સંશોધનના પરિણામો દર્શાવે છે કે કેવી રીતે પ્લાસ્ટિકનો કચરો (Plastic Garbage) સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે. આ પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી જે પોલિમરથી મુક્ત હોય.

માનવ રક્તમાં માઇક્રોપ્લાસ્ટિક કેવી રીતે શોધી કાઢવામાં આવ્યું, તે લોહીમાં કેટલું હાજર હતું અને તે આરોગ્યને કેવી રીતે અસર કરશે? જાણો આ સવાલોના જવાબ…

માનવ રક્તમાં જોવા મળ્યું માઇક્રોપ્લાસ્ટિક

ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એમ્સ્ટરડેમના સંશોધકોએ 22 લોકોના લોહીના નમૂનાની તપાસ કરી જેઓ સ્વસ્થ હતા. સંશોધકો તેમના સંશોધન દરમિયાન 700 નેનોમીટર કરતા મોટા સિન્થેટિક પોલિમરની હાજરી શોધી રહ્યા હતા. તપાસ દરમિયાન દર્દીઓના લોહીમાં માઈક્રોપ્લાસ્ટિક હોવાની ખાતરી થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચોક્કસપણે આ પોલિઇથિલિન ટેરેફ્થાલેટમાંથી બનાવેલા માઇક્રોપ્લાસ્ટિક્સ હતા. આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કપડાંથી લઈને પાણીની બોટલોમાં થાય છે. આ ઉપરાંત, માઇક્રોપ્લાસ્ટિકમાં સ્ટાયરીનના પોલિમરની હાજરી પણ મળી આવી હતી. તેઓ વાહનોના ભાગો અને ખાદ્યપદાર્થોના કન્ટેનરમાં જોવા મળે છે.

લોહીમાં કેટલું મળ્યું પ્લાસ્ટિક?

રિસર્ચ રિપોર્ટ અનુસાર, સેમ્પલના દરેક મિલીલીટર લોહીમાં 1.6 માઈક્રોગ્રામ પ્લાસ્ટિકની સામગ્રી મળી આવી હતી. જો કે, કણોનું ચોક્કસ કદ આપવામાં આવ્યું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એક વાત સ્પષ્ટ છે કે 100 માઇક્રોમીટરના મોટા કણોની સરખામણીમાં 700 નેનોમીટરના કણો સરળતાથી શરીરમાં પહોંચી જાય છે.

શરીરમાં ફરતા આ માઇક્રોપ્લાસ્ટિક કણોની સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર વિશે કશું કહેવું મુશ્કેલ છે. પરંતુ, આ પહેલા કરવામાં આવેલા બીજા સંશોધનમાં, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ કોઈપણ સંજોગોમાં નુકસાન જ પહોંચાડશે.

સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકની સમસ્યા વધી રહી છે. એક અંદાજ મુજબ 2040 સુધીમાં મહાસાગરોમાં પ્લાસ્ટિકનું પ્રમાણ બમણું થઈ જશે. બોટલ, પેકેટ જેવી વસ્તુઓ ફેંક્યા બાદ તેમાંથી ફેલાતા પ્લાસ્ટિકના કણો માણસો સુધી પહોંચશે.

એક રિપોર્ટ અનુસાર, પ્લાસ્ટિક આપણી ખાદ્ય પ્રણાલીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. દર અઠવાડિયે 5 ગ્રામ માઈક્રોપ્લાસ્ટિક માનવ શરીરમાં પહોંચે છે. એક સામાન્ય માન્યતા છે કે માઇક્રોપ્લાસ્ટિક માત્ર સમુદ્રમાં છે, પરંતુ એવું નથી. તે મોટાભાગના સ્થળોએ હાજર છે. તે હવામાં પણ છે. અગાઉના ઘણા અહેવાલોમાં પણ આ દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: LOC પર હાજર સૈનિકોને મળી ચોક્કસ નિશાન લગાવવા માટે સ્નાઈપર રાઈફલ્સ, જાણો તેની યોગ્યતા 

આ પણ વાંચો: Blood Sugar : આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા મદદરૂપ સાબિત થશે “ઇન્સ્યુલિન પ્લાન્ટ”, આયુર્વેદમાં પણ છે ઘણું મહત્વ

Next Article