MI-17V5 Helicopter Crash: હેલિકોપ્ટરમાં સવાર 14માંથી એક માત્ર વરુણ સિંહનો થયો બચાવ, જાણો કોણ છે કેપ્ટન વરુણ સિંહ

|

Dec 08, 2021 | 8:19 PM

Captain Varun Singh ઈજાગ્રસ્ત છે અને હાલમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

MI-17V5 Helicopter Crash: હેલિકોપ્ટરમાં સવાર 14માંથી એક માત્ર  વરુણ સિંહનો થયો બચાવ, જાણો કોણ છે કેપ્ટન વરુણ સિંહ
Gp Capt Varun Singh SC

Follow us on

MI-17V5 Helicopter Crash: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવત (Gen Bipin Rawat), તેમની પત્ની મધુલિકા રાવત અને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં સવાર અન્ય 11 લોકોનું બુધવારે તમિલનાડુમાં કુન્નૂર નજીક દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા,જેની ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી હતી.

IAF પોતાની ટ્વીટ કરતાં લખે છે કે, “ઊંડા અફસોસ સાથે, હવે એ ખાતરી કરવામાં આવી છે કે જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને બોર્ડ પરના અન્ય 11 લોકો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.”

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

IAFએ જણાવ્યું હતું કે રાવત આજે સ્ટાફ કોર્સના ફેકલ્ટી અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધવા માટે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન (Wellington (Nilgiri Hills) ની મુલાકાતે હતા. બપોરના સુમારે, CDS અને 9 અન્ય મુસાફરોના 4 સભ્યોના ક્રૂ સાથેનું IAF Mi 17 V5 હેલિકોપ્ટર તામિલનાડુના કુન્નુર નજીક એક દુ:ખદ અકસ્માતમાં પરિણમ્યું, હતું.

IAFએ વધુમાં જણાવ્યું હતું કે, DSSC ખાતે ડાયરેક્ટિંગ સ્ટાફ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ (Gp Capt Varun Singh SC), આ દુ: ખદ ઘટનામાં એકમાત્ર બચી ગયા છે. તે ઈજાગ્રસ્ત છે અને હાલમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહને 2020 માં હવાઈ કટોકટી દરમિયાન તેમના LCA તેજસ ફાઇટર એરક્રાફ્ટને બચાવવા માટે આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર શૌર્ય ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા

સુલુર એરફોર્સ સ્ટેશનથી ભરી હતી ઉડાન
આ પહેલા, જનરલ બિપિન રાવતને લઈ જતું ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે IAFનું Mi-17VH હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપવામાં આવ્યો છે. હેલિકોપ્ટરે કોઈમ્બતુર નજીક સુલુર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી.

ભારતીય સેનાનું Mi-17V5 સૌથી સુરક્ષિત હેલિકોપ્ટરમાંથી એક છે. આ વિમાનનો ઉપયોગ કોઈપણ વીવીઆઈપી પ્રવાસમાં થાય છે. તે ડબલ એન્જીન હેલિકોપ્ટર છે, જેથી એક એન્જીન ફેલ થવાની સ્થિતિમાં બીજા એન્જીનની મદદથી સુરક્ષિત ઉતરાણ કરી શકાય છે. આ હેલિકોપ્ટરની સરખામણી ચિનૂક હેલિકોપ્ટર સાથે કરવામાં આવે છે.

આ પણ વાંચો: લગ્ન પહેલા અંકિતા લોખંડેને હોસ્પિટલમાં કરવી પડી દાખલ, ડૉક્ટરે બેડ રેસ્ટની સલાહ આપી તો લખી આ ભાવુક પોસ્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી સત્તાવાર મૃત્યુ કરતા સહાય માટે વધુ અરજીઓ મળી

Next Article