રાષ્ટ્રપતિ પદ પરથી હટી જતાં જ મહેબૂબા મુફ્તીના નિશાના પર આવ્યા રામનાથ કોવિંદ, PDP ચીફ કહ્યું- તેમણે ભાજપનો રાજકીય એજન્ડા પૂરો કર્યો

|

Jul 25, 2022 | 12:41 PM

મુફ્તીએ રામનાથ કોવિંદ (Ram Nath Kovind) પર ભાજપનો રાજકીય એજન્ડા ચલાવવા અને પૂરો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે રામનાથ કોવિંદે એક વારસો છોડ્યો છે જ્યાં ભારતીય બંધારણને કચડી નાખવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ પદ પરથી હટી જતાં જ મહેબૂબા મુફ્તીના નિશાના પર આવ્યા રામનાથ કોવિંદ, PDP ચીફ કહ્યું- તેમણે ભાજપનો રાજકીય એજન્ડા પૂરો કર્યો
Mehbooba Mufti

Follow us on

રામનાથ કોવિંદ (Ram Nath Kovind) રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપતાની સાથે જ પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) તેમના પર પ્રહારો કર્યા છે. મહેબૂબા મુફ્તીએ કોવિંદ પર તેમના કાર્યકાળને લઈને ઉગ્ર નિશાન સાધ્યું છે. મુફ્તીએ રામનાથ કોવિંદ પર ભાજપનો રાજકીય એજન્ડા ચલાવવા અને પૂરો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે રામનાથ કોવિંદે એક વારસો છોડ્યો છે જ્યાં ભારતીય બંધારણને કચડી નાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભલે તે કલમ 370 નાબૂદ કરવાની હોય કે CAA અથવા લઘુમતીઓ અને દલિતોને નિર્ભયતાથી નિશાન બનાવવાની વાત હોય, કોવિંદે ભારતીય બંધારણની કિંમત પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના તમામ રાજકીય એજન્ડાને પૂર્ણ કર્યો છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન તેણે કહ્યું કે આજે મારો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તમામ દેશવાસીઓનો આભાર. કોવિંદે કહ્યું કે મને સમાજના તમામ વર્ગોનો સહયોગ અને આશીર્વાદ મળ્યો છે. લોકોનો ખૂબ ખૂબ આભાર. તેમણે કહ્યું કે આજથી 5 વર્ષ પહેલા તમે બધાએ મારામાં અતૂટ વિશ્વાસ મૂક્યો હતો અને તમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા મને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યો હતો. હું આપ સૌ દેશવાસીઓ અને આપના જનપ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આજે દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ  મુર્મૂએ સંસદમાં સંબોધન કર્યું હતું. દ્રૌપદી મુર્મૂએ પોતાના ભાષણમાં કહ્યું, હું દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હોય. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્ર ભારતના નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂર્ણ કરવા આપણે ઝડપી ગતિએ કામ કરવાનું છે.

દ્રૌપદી મુર્મૂએ વધુમાં કહ્યું હતુ કે, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારા માટે આ ખૂબ જ સંતોષની વાત છે કે જેઓ સદીઓથી વંચિત હતા, જેઓ આ પદથી દૂર હતા. આજે હું તમામ દેશવાસીઓને ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને ખાતરી આપું છું કે આ પદ પર કામ કરતી વખતે મારા માટે તેમના હિત સર્વોપરી રહેશે. આજે હું આવા પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું.

Published On - 12:41 pm, Mon, 25 July 22

Next Article