MCD Election 2022: ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીના જીતના દાવા વચ્ચે નાના અને અપક્ષો બન્યા પડકાર ! જીતના સમીકરણ પર સર્જી શકે છે ગ્રહણ

|

Nov 30, 2022 | 11:45 AM

વર્ષ 2017ની એમસીડી ચૂંટણી(MCD Election 2022)ની વાત કરીએ તો 270 બેઠક માટે આપ અને ભાજપ પાર્ટી તેમજ કોંગ્રેસ સહિત 18 પક્ષ એવા હતા કે જેમણે અનેક વોર્ડમાં ભાજપ અને આપ પાર્ટીના સમીકરણો ખોરવી નાખ્યા હતા, 9 બેઠક એવી હતી કે જેમા અપક્ષ સહિતની બીજી પાર્ટીને જીત મળી હતી

MCD Election 2022: ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીના જીતના દાવા વચ્ચે નાના અને અપક્ષો બન્યા પડકાર ! જીતના સમીકરણ પર સર્જી શકે છે ગ્રહણ
MCD Election Result 2022

Follow us on

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. દિલ્હી MCD ચૂટણીની વાત કરીએ તો ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ જામશે અને તેના માટે બધા પક્ષ મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરી પડ્યા છે. રાજકીય ઘમસાણ વચ્ચે એમસીડી ચૂંટણી માટે ચાર ડિસેમ્બરના રોજ મતદાન છે તો પરિણામ સાત ડિસેમ્બરના રોજ આવશે. જો કે મહત્વની વાત એ છે કે નાના પક્ષો સાથે બસપાએ પણ ચૂંટણીમાં ઝુકાવતા મુખ્ય પક્ષો માટે તે માથાનો દુ:ખાવો બની શકે છે.

આ વખતે  ઓવૈસીની પાર્ટી અને ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ બંને સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. આ ગઠબંધનને વિશ્વાસ છે કે મુસ્લિમ અને દલિત મતદારો તેમના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરશે. AIAIMએ કુલ 15 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જણાવી દઈએ કે દિલ્હીમાં મુસ્લિમોની વસ્તી લગભગ 13 ટકા છે. આ જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે લઘુમતી સમુદાયમાંથી 24 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે AAPએ સાત અને ભાજપે ચાર મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપી છે. આ વખતે દિલ્હીના 250 મ્યુનિસિપલ વોર્ડમાં ચૂંટણી થઈ રહી છે.

ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટીએ  250 સીટ પર તો કોંગ્રેસના કુલ 247 ઉમેદવારો મેદાનમાં છે. બહુજન સમાજ પાર્ટીએ 132 ઉમેદવારોને ટિકિટ આપી છે. આ સિવાય 12 અન્ય રાજકીય પક્ષોએ પણ ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઘણી બેઠકો પર અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આ વખતે બસપા, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, સીપીઆઈ(એમ) , એનસીપી, આરએલડી પક્ષ દ્વારા MCD ઈલેક્શનમાં પોતાના ઉમેદવારોને ઉતારીને શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે જો કે આ જ બધા પક્ષના ઉમેદવારો મુખ્ય પાર્ટીની જીતના સમીકરણને નુક્શાન પોહચાડી શકે છે. જ્ઞાતિ આધારિત રાજકારણને લઈને મતોની વહેચણી અગર થઈ જાય છે તો આપ, ભાજપ અને કોંગ્રેસના ઘણા ઉમેદાવારો માટે જીત કપરી બની શકે છે.

વર્ષ 2017ની એમસીડી ચૂંટણીની વાત કરીએ તો 270 બેઠક માટે આપ અને ભાજપ પાર્ટી તેમજ કોંગ્રેસ સહિત 18 પક્ષ એવા હતા કે જેમણે અનેક વોર્ડમાં ભાજપ અને આપ પાર્ટીના સમીકરણો ખોરવી નાખ્યા હતા, 9 બેઠક એવી હતી કે જેમા અપક્ષ સહિતની બીજી પાર્ટીને જીત મળી હતી, એટલે જ આ વખતે ફાટેલા અપક્ષો અને બીજી પાર્ટીના રાફડાને લઈ મુખ્ય પક્ષોના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ છે.

Published On - 11:45 am, Wed, 30 November 22

Next Article