માર્કેટ કેપમાં રૂ. 78 લાખ કરોડના વધારા સાથે સેન્સેક્સમાં 9 મહિનામાં 80% વધારો થયો

|

Dec 05, 2020 | 1:20 PM

બોમ્બે સ્ટોક એક્સચેંજનો સૂચકઆંક  પ્રથમ વખત 45 હજારનો આંકડો પાર કરી ગયો છે. હવે સેન્સેક્સ  50 હજાર તરફ આગળ વધી રહ્યો છે. સેન્સેક્સમાં 9 મહિનામાં  80% વધારો થયો છે. 23 માર્ચે 25,981 ની સપાટીએ બંધ રહ્યો હતો જે ડિસેમ્બર 2016 પછીના સૌથી નીચું સ્તર હતું. શુક્રવારે સેન્સેક્સે 45,148.૨૮ની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. જાન્યુઆરી […]

માર્કેટ કેપમાં રૂ. 78 લાખ કરોડના વધારા સાથે સેન્સેક્સમાં 9 મહિનામાં 80% વધારો થયો
STOCK MARKET

Follow us on

બોમ્બે સ્ટોક એક્સચેંજનો સૂચકઆંક  પ્રથમ વખત 45 હજારનો આંકડો પાર કરી ગયો છે. હવે સેન્સેક્સ  50 હજાર તરફ આગળ વધી રહ્યો છે. સેન્સેક્સમાં 9 મહિનામાં  80% વધારો થયો છે. 23 માર્ચે 25,981 ની સપાટીએ બંધ રહ્યો હતો જે ડિસેમ્બર 2016 પછીના સૌથી નીચું સ્તર હતું. શુક્રવારે સેન્સેક્સે 45,148.૨૮ની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી.

જાન્યુઆરી બાદ કોરોનાએ ધીમી પાડી હતી ચાલ
સેન્સેક્સે આ વર્ષે જાન્યુઆરીમાં 42 હજારનું ટોપ બનાવ્યું હતું પરંતુ કોરોનાએ માર્ચમાં તેની ચાલ ધીમી કરી દીધી હતી. બજાર સંપૂર્ણ તૂટી ગયું. જો કે અનલલોક  શરૂ થતાં આર્થિક પ્રવૃત્તિ ખુલી ગઈ અને ઘણા પરિબળો સામાન્ય પાછા ફર્યા હતા.  સેન્સેક્સે તેજી પકડતા હવે તે તેની સર્વાધિક ઉંચી સપાટીએ છે.

માર્કેટ કેપમાં રૂ. 78 લાખ કરોડનો વધારો થયો છે
બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ પ્રથમ વખત 179 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. 23 માર્ચ સુધીમાં તે 101 લાખ કરોડ રૂપિયા હતું. જો કે જાન્યુઆરીમાં તે 161 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે બાદમાં કોરોનને તેજીને બ્રેક લગાડી હતી.
આ ક્ષેત્રે બજારને વધુ મજબુત બનાવશે
બજારને વધુ મજબુત બનાવશે તેવા ક્ષેત્રોમાં બેન્કિંગ, આઈટી અને કેટલાક ખૂબ નાના અને મિડ-કેપ શેરો હશે. બજારને આગળ વધવા માટે  ત્રીજા ક્વાર્ટર પર ધ્યાન આપવું પડશે. પરિણામ કેવી રીતે આવે છે તેના પર પણ ઘણું નિર્ભર છે. ત્રીજા ક્વાર્ટરનું પરિણામ જાન્યુઆરીથી શરૂ થશે. બીએસઈના મેટલ ઇન્ડેક્સ માર્ચથી 82 ટકા મજબૂત થયા છે.

માર્કેટની તેજીના કારણ
વિદેશી રોકાણકારોએ એપ્રિલથી નવેમ્બર સુધીમાં રૂ. 1.15 લાખ કરોડનું રોકાણ કર્યું છે. નવેમ્બરમાં દેશના ઇક્વિટી માર્કેટમાં 65 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીના કોઈપણ એક મહિનામાં રોકાણનો આ રેકોર્ડ છે. કોરોના રસી વિશે સતત સકારાત્મક અહેવાલ આવી રહ્યા છે. 8 નવેમ્બરના રોજ ફાઈઝરએ પ્રથમ રસીના સફળ પરીક્ષણની વાત  જાહેર કરી હતી.
માર્કેટમાં તેજીમાં આ પણ વધ્યા
કંપની  લોકડાઉન સમયે ભાવ   તાજેતરનો મહત્તમ ભાવ 
RIL 867 2000
TCS 1500 2700
HDFC BANK 738 1383
ADANI GREEN 112 1129
ADANI GAS 76 359
KOTAK MAHINDRA 1000 1800
INFOSYS 500 1100
AXIX BANK 285 613
ICICI BANK 269 500

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Published On - 1:18 pm, Sat, 5 December 20

Next Article