NEET PG કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થશે, હડતાળ સમેટવા મનસુખ માંડવિયાની રેસિડન્ટ ડોકટરોને અપીલ

|

Dec 28, 2021 | 5:28 PM

તાત્કાલિક કાઉન્સેલિંગ શરૂ કરવાની માંગ સાથે રેસિડેન્ટ ડોકટરો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રેસિડન્ટ ડૉક્ટરો સાથે બેઠક કરી હતી. કોરોનાકાળને ધ્યાનમાં રાખીને તેમની હડતાળ સમાપ્ત કરવા અપીલ કરી છે.

NEET PG કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થશે, હડતાળ સમેટવા મનસુખ માંડવિયાની રેસિડન્ટ ડોકટરોને અપીલ
Union Health Minister Mansukh Mandaviya

Follow us on

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh mandaviya) મંગળવારે રેસિડન્ટ ડૉક્ટરો (Resident Doctors) સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડતર હોવાથી, અમે કાઉન્સેલિંગ કરી શકતા નથી. NEET PG કાઉન્સેલિંગનો મામલો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીન છે. જેની સુનાવણી આગામી 6 જાન્યુઆરીએ થશે. મને આશા છે કે NEET PG કાઉન્સેલિંગ (NEET PG Counseling) ટૂંક સમયમાં શરૂ થશે. તાત્કાલિક કાઉન્સેલિંગ શરૂ કરવા માટે રેસિડેન્ટ ડોકટરો (Resident Doctors) ઘણા દિવસોથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ (Union Health Minister) કહ્યું, ‘કોર્ટમાં 6 જાન્યુઆરીએ સુનાવણી થાય તે પહેલા અમે ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપીશું. ગઈકાલે જ્યારે રેસિડન્ટ ડૉક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથેના ગેરવર્તણૂક માટે હું દીલગીર છું. હું આશા રાખું છું કે તમામ ડોકટરો તેમની ફરજમાં જોડાય, જેથી કરીને આપણા દેશના નાગરિકો અને દર્દીઓ કોવિડના સંકટમાં હેરાન પરેશાન ન થાય.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દિલ્હીના રેસિડન્ટ ડોકટરો તેમની માંગણીઓ માટે સફદરજંગ હોસ્પિટલમાં (Safdarjung Hospital) વિરોધ કરી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને અસુવિધા થઈ રહી છે. એક વ્યક્તિએ કહ્યું, “અમે અમારી માતાને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા, પરંતુ ધરણાને કારણે અમને એઈમ્સમાં જવા માટે કહેવામાં આવ્યું છે.”

આ પણ વાંચોઃ

19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો

આ પણ વાંચોઃ

UPSC Engineering Services 2021 DAF: એન્જીનિયરિંગ સર્વિસ મેન્સ પરીક્ષા માટે DAF ફોર્મ થયું જાહેર, જુઓ તમામ વિગતો

Next Article